ભારતીયોને ઝટકો! સઉદી અરબ આ ક્ષેત્રમાં નહીં આપે કોઈ વિદેશીને નોકરી

સઉદી અરબની સરકારે એક મોટો ફેંસલો લીધો છે જેની સીધી અસર ભારતીયો પર પડવાની છે. ભારતના લાખો લોકો સાઉદી અરબમાં કામ કરી રહ્યાં છે. સઉદી અરબે અમુક નોકરીએ પોતાના દેશના લોકો માટે જ અનામત કરી દીધી છે જેના લીધે ભારતીયોને ફટકો પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ટીમ ઈન્ડિયામાં મતભેદને લઈને વિરાટ કોહલીએ કર્યો ખૂલાસો, કોચ રવિ શાસ્ત્રીએ પણ કરી આ વાત

સઉદી અરબની સરકારે એવો ફેંસલો લીધો છે જેના કારણે હોસ્પિીટાલિટી ક્ષેત્રની નોકરીઓ સઉદી અરબના લોકો માટે અનામત થઈને રહી જશે. ત્રણ સ્ટાર, પાંચ સ્ટાર અને અન્ય રિઝોર્ટ કે હોટેલમાં સઉદી અરબ સિવાયના લોકો કામ કરી શકશે નહીં. સઉદી અરબ સરકારે આ બાબતે આધિકારીક જાહેરાત પણ કરી દીધી છે. આમ હોટેલમાં મોટી નોકરીઓ ભારતીય લોકો કરી શકશે નહીં. આ ફેંસલાને સઉદી સરકાર વર્ષના અંત સુધીમાં લાગૂ કરી શકે છે.

READ  શું Truecaller પોતાના યુઝર્સ માટે ચેતવણી! કંપનીનું આ બગ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જોકે આ ક્ષેત્રમાં ડ્રાઈવરો, ગાર્ડ, સિક્યોરિટી કે કૂલીની નોકરી વિદેશી લોકો કરી શકશે પણ હોટેલના રિશેપ્શનથી માંડીને ઉચ્ચ મેનેજમેન્ટ સુધીમાં કોઈપણ વિદેશી લોકો નોકરી કરી શકશે નહીં. સઉદી અરબમાં ક્રુડનું વેચાણ ઘટી રહ્યું છે. દેશમાં બેરોજદગારી દર 13 ટકા થઈ ગયો હોવાથી સરકારે આ પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

READ  VIDEO: મેહસાણા જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સઉદી અરબમાં આ ક્ષેત્રમાં ભારતીયોની બોલબાલા છે અને તેઓ કામ કરી રહ્યાં છે. આમ ફેંસલો ભારતીય નાગરિકો માટે ફટકારુપ છે. આ સિવાય હેલ્થ ક્લબ સુપરવાઈઝર જેવી નોકરીમાં પણ સઉદી અરબના લોકો જ એપ્લાય કરી શકશે.

 

[yop_poll id=”1″]

 

READ  VIDEO: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના વેરાવળ રેન્જમાં વસવાટ કરતા સિંહોનું રાતોરાત તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું

 

Oops, something went wrong.
FB Comments