વિશ્વનો સૌથી મોટો IPO આવી ગયો, આ રીતે તમે પણ કરી શકશો રોકાણ, વાંચો આ ખબર

saudi aramco biggest ipo trillion dollar valuation plans raise 25 plus billion dollar, this is how you can invest

દુનિયાની સૌથી મોટી તેલ કંપની સઉદી અરામકો (Saudi Aramco)ના IPOઓની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તે રોકાણકારો માટે ખુલી ગયો છે. આ દુનિયાનો સૌથી મોટો IPO હોય શકે છે. કંપનીનું વેલ્યુએશન લગભગ 1.7 લાખ કરોડ ડૉલર (આશરે 122 લાખ કરોડ રૂપિયા) કરવામાં આવ્યું છે અને IPOથી લગભગ 25.60 અરબ ડૉલર (આશરે 1834 અરબ રૂપિયા)ની રકમ એકત્ર કરવાની અપેક્ષા છે. આ IPOમાં ભારતીય લોકો પણ રોકાણ કરી શકે છે.

Image result for saudi aramco

17 નવેમ્બરે ખોલવામાં આવેલા આ IPOમાં ભારતીય રોકાણકારો 28 નવેમ્બર સુધી રોકાણ કરી શકે છે. જ્યારે સઉદીના રોકાણકાર 4 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકશે. શેયરની કિંમત 5 ડિસેમ્બરે નક્કી થશે. ત્યારબાદ કંપનીના શેયર સઉદી ટાડાવુલ એક્સચેન્જ (Saudi Tadawul Exchange)માં 11 ડિસેમ્બરે ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઍરપોર્ટ પર જ બાળકને ભુલી ગઈ મહિલા, વિમાનને પરત ફરવુ પડયુ

રિલાયન્સથી 13 ઘણી મોટી કંપની

ભારતમાં રિલાયન્સ સૌથી મોટી કંપની છે. જેની માર્કેટ વેલ્યુ લગભગ 9.33 લાખ કરોડ રૂપિયા છે. ત્યારે અરામકો રિલાયન્સથી 13 ઘણી મોટી કંપની છે, જેનું વેલ્યુએશન જો રૂપિયામાં ગણવામાં આવે તો 122 લાખ કરોડ રૂપિયા થાય છે. સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પહેલા તેના માટે 2 ટ્રિલિયન ડૉલરનું વેલ્યુએશન ઈચ્છતા હતા પણ હવે બેન્કર્સે સાફ કરી દીધુ છે કે એટલું વેલ્યુએશન નહીં મળી શકે.

અરામકોએ કહ્યું છે કે તે તેનો 1.5 ટકા હિસ્સો એટલે કે લગભગ 3 અબજ શેયર વેચવા માંગે છે. આ માટે કિંમતની મર્યાદા 30 થી 32 રિયાલ રાખવામાં આવી છે. એટલે કે શેરની કિંમત આશરે 8 ડૉલર અથવા 572 થી 611 રૂપિયા હોય શકે છે.

READ  કાશ્મીર મુદ્દે સમિટનું આયોજન કરશે સઉદી અરબ, ભારત સાથેના સંબંધમાં તણાવ ઉભો થઈ શકે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Image result for saudi aramco

તુટશે અલીબાબાનો રેકોર્ડ?

જો અરામકોને તેમની ટોપ કિંમત પર ફંડ એકત્ર કરવામાં સફળતા મળી તો તે 25.60 અરબ ડોલરની રકમ એકત્ર કરી શકે છે એટલે કે તે અલીબાબાના IPOથી એકત્ર થયેલી 25 અરબ ડૉલરનો રેકોર્ડ તોડી શકે છે. ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબા વર્ષ 2014માં ન્યૂયોર્કમાં લિસ્ટ થઈ હતી.

અરામકો દ્વારા દુનિયાના લગભગ 10 ટકા કાચાતેલનું ઉત્પાદન થાય છે અને વર્ષ 2018માં દુનિયાની સૌથી વધારે નફો કરતી કંપની રહી છે. કમાણીના મામલે અરામકોએ અમેરિકાની દિગ્ગજ કંપનીઓ એપલ ઈન્ક, એક્સન મોબિલ જેવી કંપનીઓને પાછળ છોડી દીધી છે. ગયા વર્ષે કંપનીએ 111.1 અરબ ડૉલરની આવક મેળવી હતી.

READ  ડીઝલ-પેટ્રોલના ભાવથી પરેશાન લોકો માટે સારા સમાચાર, અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવી 'ઈકો ફ્રેન્ડલી' કાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવી રીતે કરી શકે ભારતીય લોકો રોકાણ

ભારતીય રિઝર્વ બેન્કના નિયમ મુજબ Domestic Investors Liberalized Remittance Scheme (LRS) હેઠળ એક નાણાકીય વર્ષમાં વધારેમાં વધારે 2.50 લાખ ડૉલરનું વિદેશમાં રોકાણ કરી શકે છે. આ રકમનો ઉપયોગ શેયર ખરીદવા, દેવાની સુરક્ષા ખરીદવા વગેરે માટે પણ થઈ શકે છે.

આ રોકાણ કોઈ વિદેશી દલાલ દ્વારા જ થઈ શકે છે, તેથી તમારે તેના માટે કોઈ ભારતીય શેયર દલાલનો સંપર્ક કરવો પડશે. તે સિવાય એવા મ્યૂચ્યુઅલ ફંડ/ETF દ્વારા પણ રોકાણ કરવામાં આવી શકે છે, જે સઉદી અરબના બજારોમાં રોકાણ કરતા હોય.

 

Oops, something went wrong.
FB Comments