શું મુકેશ અંબાણીની RIL પર છે સાઉદી અરમાકોની નજર ?

વિશ્વની સૌથી વધારે નફો કરવાવાળી કંપની સાઉદી અરમાકો અને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે સૌથી મોટી ડીલ થવાની સંભાવના છે.

અરામકો દ્વારા RILની રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસનો 25% હિસ્સો ખરીદવા માટે બંને લોકોની વચ્ચે ગંભીર વાતચીત ચાલી રહી છે. સાઉદી અરબની સાઉદી અરમાકો વિશ્વની સૌથી મોટી તેલની નિકાસ કરતી કંપની છે. તેમને રિલાયન્સમાં ચાર મહિના પહેલા રસ દાખવ્યો હતો.

 

સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ફેબ્રુઆરી મહિનામાં ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આ ડીલ પર વાતચીત ચાલી રહી છે.

READ  અંબાણીની મુશ્કેલીમાં થશે વધારો, આ કંપની થઈ શકે નાદાર જાહેર

આ મામલે જુન મહિનાની આસપાસ વેલ્યૂએશન પર ડીલ થઈ શકે છે. થોડો હિસ્સો વેચવાથી RIL પાસે 10-15 અરબ ડૉલર આવી શકે છે. જ્યારે RILનો રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ લગભગ 55-60 અરબ ડૉલરનો છે. થોડ દિવસ પહેલા RILના શેરની કિંમત 122 અરબ ડૉલર હતી.

આ ડીલનો પ્રસ્તાવ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર ગોલ્ડમેન સેકસે મૂકયો છે તેવુ કહેવામાં આવે છે. નાણાંકીય ક્ષેત્રના જાણકારે કહ્યુ કે RILએ ખૂબ વિકાસ કર્યો છે. ઊર્જાથી લઈને રિટેલ અને ટેલિકોમ ક્ષેત્ર સુધી. RILએ ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોને પૈસા આપ્યા છે. જેના કારણે દેવુ 3 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે.

READ  મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

ડિસેમ્બરમાં ઉદયપુરમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશાની પ્રી-વેડિંગ પાર્ટીમાં સાઉદીના મિનિસ્ટર ખાલિદ અલ ફાલિહ આવ્યા હતા. તે દરમિયાન તેમને સાર્વજનિક રૂપે ભારતની રિફાઈનિંગ ક્ષમતાને વધારવાની દિશામાં રિલાયન્સ સહિત અન્ય કંપનીઓની સાથે અરામકો દ્વારા જોઈન્ટ વેન્ચર શરૂ કરવાની વાત કરી હતી.

ભારતમાં 2040 સુધી ક્રૂડ ઓઇલનો વપરાશ 1 કરોડ BPD થવાનું અનુમાન છે. ભારત અમેરિકા અને ચીન પછી સૌથી વધારે ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરે છે. ભારતમાં એક દિવસમાં 40 લાખ બેરલનો ઉપયોગ થાય છે. સાઉદી અરામકોના પ્રવક્તાએ કહ્યુ કે તે આ મામલે ઝડપી પ્રતિક્રિયા આપશે. અરામકોએ ફેબ્રુઆરીમાં કહ્યુ હતુ કે ભારતીય સ્ટેટ ઓઈલ કંપનીઓ મહારાષ્ટ્રમાં ગ્રીનફિલ્ડ રિફાયનરી બનાવવા જઈ રહી છે. જેની ક્ષમતા 12 લાખ BPD હશે.

READ  ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણી માટે 25 તારીખે કોંગ્રેસના 2 ઉમેદવારો ફોર્મ ભરી શકે છે

 

School kids made to walk on fire in Palghar, Maharashtra | Tv9GujaratiNews

FB Comments