માર્કસનું ‘લો’લમલોલ! સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં માર્ક્સની લ્હાણીનું કૌભાંડ, ટોપ 10માં વિદ્યાર્થીઓને લાવવા માટે કારસ્તાન થયાનો આરોપ

Saurashtra university affiliated colleges alleged for internal marks scandal

શિક્ષણ જગતને બદનામ કરતું વધુ એક કૌભાંડ આવ્યું છે સામે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાનગી લો કોલેજોનું માર્કસની લ્હાણીનું કૌભાંડ સામે આવ્યું છે. ફરિયાદ ઉઠી છે કે યુનિવર્સિટી સંલગ્ન ખાનગી લો કોલેજો સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસની લ્હાણી કરી રહી છે. 4 વર્ષમાં કુલ 150 વિદ્યાર્થીઓને આ રીતે માર્ક્સની લ્હાણી કરાઈ હોવાની ફરિયાદ છે. ઈન્ટર્નલ માર્કસ 30માંથી 30 આપીને સેમેસ્ટર-6માં 90થી 95 માર્કસ આપવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીઓને ટોપ 10માં લાવવા માટે આ પ્રકારના કારસ્તાન થઈ રહ્યા હોવાની ફરિયાદ છે.

READ  અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?

FB Comments