રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણીનો Audio વાઈરલ

Saurashtra University professor asking for sexual favour from girl student, audio goes viral

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરતા હાહાકાર મચ્યો છે. સમગ્ર મામલે ઓડિયો ક્લિપ વાયરલ થતા જ કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે. તો જાતીય સતામણી નિવારણ સેલમાં યુવતી પાસે ફરિયાદ પણ નોંધાવાશે. અને પ્રોફેસર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે જ વાયરલ ઓડિયો ક્લિપ કયા વર્ષની છે તે જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવાશે. મહત્વનું છે કે પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાં અગાઉ બે વખત દારૂ પીતા ઝડપાઇ ચૂકયા છે.

READ  VIDEO: રાજકોટ ધોરાજી અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ પણ વાંચોઃ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર બાદ વધુ એક ભાજપના ધારાસભ્ય નારાજ, રાજીનામું ધરી દેવાની આપી ચીમકી

તેમ છતાં તેમને અત્યાર સુધીમાં ક્યારેય ફરજમુક્ત નથી કરવામાં આવ્યા. પ્રથમ વખત વર્ષ 2004માં હરેશ ઝાલા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણીના ત્રણ બનાવો બન્યા છે. જેની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની કમિટી તપાસ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

સમગ્ર કેસની વાત કરીએ તો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તે સમાજશાસ્ત્રના અધ્યક્ષ PH.D માટે એક વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરે છે. આરોપી પ્રોફેસરનું નામ ડૉક્ટર હરેશ ઝાલા છે. અને તે યુવતીને Ph.D કરવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપીને શરીરસુખની માગણી કરે છે.. ઓડિયો ક્લિપ વાયરલ થતા જ આરોપી પ્રોફેસર પોતાના ઘરમાં પુરાઈ ગયા છે.

READ  Banaskantha: Two kids drown in Narmada canal


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments