રાહુલ ગાંધીએ વિનાયક સાવરકર અંગે કરેલા નિવેદન બાદ રણજીત સાવરકરે શિવસેનાને આપી આ સલાહ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકરને લઇને કરેલા નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઇ છે. ભાજપ અને શિવસેના રાહુલના નિવેદનની ટિકા કરી રહ્યું છે તો બીજી તરફ સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળશે અને રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. સાથે જ રંજીત સાવરકરે કહ્યું કે, કોઈ પણ સાવરકર વિશે આ પ્રકારની અપમાનજક ટિપ્પણી કરતું નથી. રાહુલ ગાંધીનો જવાબ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમને આવા નિવેદનો આપવાની ટેવ પડી ગઈ છે. રાહુલ આ પ્રકારની વારંવાર ભૂલો કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે, આ શહેરમાં સંબોધશે પોતાની પ્રથમ ચૂંટણી સભા, રાહુલ-સોનિયા ગાંધી પણ રહેશે હાજર

આ પણ વાંચોઃ મોંઘવારીનો બેવડો માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

આ સાથે ઉદ્ધવ સરકારને સલાહ આપી કે, રાહુલના આ નિવેદન પછી ઉદ્ધવ ઠાકરે પોતાના મંત્રીમંડળમાં કોંગ્રેસના મંત્રીઓને બરખાસ્ત કરે અને અલ્પમતની સરકાર ચલાવવી જોઈએ. ભાજપ તેની સરકાર વિરુદ્ધ વોટ કરશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીએ કેરળની વાયનડ સીટ પરથી શા માટે નોંધાવી ઉમેદવારી, શું છે મતોનુ સમીકરણ?

 

 

FB Comments