31 ડિસેમ્બર પહેલા બંધ થઈ જશે તમારા જૂના ATM-ક્રેડિટ કાર્ડ! જાણો કેમ અને કેવી રીતે બચશો આ મુશ્કેલીથી?

Save your debit/credit cards from stop working; do this before December 31

Save your debit/credit cards from stop working; do this before December 31

31 ડિસેમ્બર પહેલા તમારા જૂના ATM-ક્રેડિટ કાર્ડને કામ કરતાં બંધ થતા અટકાવવા હોય તો આજે જ કરી લો આ પ્રક્રિયા!

વર્ષ 2015માં RBIએ જાહેર કરેલી નવી ગાઈડલાઈન્સ પ્રમાણે બેંકોના જૂના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાના આદેશ અપાયા હતા. આ ગાઈડલાઈન પ્રમાણે 31 ડિસેમ્બર, 2018 સુધી જૂના કાર્ડ બંધ થઈ જશે. પણ શું તમને ખબર છે કે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બંધ ન થાય તે માટે શું કરશો? આ આર્ટીકલમાં તમને તમારા કાર્ડની સ્થિતિ અને કેવી રીતે તમારા કાર્ડની કામગીરી બંધ થતા અટકાવશો તે વિશે જાણીશું:

Save your debit/credit cards from stop working; do this before December 31
Save your debit/credit cards from stop working; do this before December 31

ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને 2015માં આદેશ આપ્યો હતો કે જૂના મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બને તેટલું જલ્દી બંધ કરવામાં આવે. કારણ કે મેગ્નેટિક સ્ટ્રિપ ધરાવતા ડેબિટ કાર્ડ દ્વારા ફ્રોડ થવાનો ખતરો વધુ રહે છે. RBIના આ નિર્દેશ બાદ તમામ મેગ્નેટિક સ્ટ્રિપ ધરાવતા કાર્ડને 31 ડિસેમ્બર સુધી EMV ચિપ કાર્ડથી બદલી દેવાશે.

જો તમે તમારું જૂનું કાર્ડ નહીં બદલાવો તો 1 જાન્યુઆરી, 2019થી મેગ્નેટિપ સ્ટ્રિપ ધરાવતા કાર્ડ કામ કરતા બંધ થઈ જશે. તમે તમારી જ બેંકમાં જઈ આ કાર્ડ બદલાવી શકો છો જેના માટે બેંક કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં વસૂલે. આ નવા ચિપ કાર્ડ માટે બેંકની બ્રાન્ચમાં જઈને કે ઓનલાઈન પણ આવેદન કરી શકો છો.

આવી રીતે મળશે નવું EMV ચિપ ધરાવતું ATM કાર્ડ

નવા ચિપવાળા એટીએમ કાર્ડ માટે ગ્રાહકો બેંકની બ્રાન્ચમાં જઈને અરજી કરી શકે છે. સાથે નવા કાર્ડ માટે ઓનલાઈન પણ અરજી કરી શકાય છે. જેના માટે ખૂબ સરળ પ્રક્રિયા રાખવામાં આવી છે જેથી ગ્રાહકોએ નવા કાર્ડ માટે કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે અને સરળતાથી નવું કાર્ડ ગ્રાહક સુધી સરળતાથી પહોંચી શકે.

આ પણ વાંચો: આમાંથી કોઈ ટ્રેનમાં રિઝર્વેશન તો નથી કરાવ્યું ને? જોઈ લેજો, ડિસેમ્બર મહિનામાં થઈ રહી છે રદ્દ!

શું છે નવા EMV કાર્ડની ખાસિયત?

અત્યાર સુધી જે જૂના કાર્ડ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તે કાર્ડની પાછળની બાજુ એક કાળા રંગની પટ્ટી હોય છે જેને મેગ્નેટિક સ્ટ્રિપ કહેવાય છે. આ સ્ટ્રિપમાં જ ગ્રાહકના ખાતની સમગ્ર જાણકારી ફીડ કરાઈ હોય છે. જ્યારે તમે એટીએમમાં જઈને મશીનમાં પોતાનું કાર્ડ સ્વેપ કરો છો તો મશીન કાર્ડની મેગ્નેટિક સ્ટ્રીપને વાંચીને તમારા ખાતાની જાણકારી તમારી સામે સ્ક્રિન પર લાવે છે. ત્યારબાદ, તમે તમારો પિન નંબર નાખીને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો.

પરંતુ હવેના નવા ચિપ ધરાવતા ડિબેટ અને ક્રેડિટ કાર્ડ પર એક નાનકડી ચિપ લાગેલી હોય છે અને એ ચિપમાં ગ્રાહકના ખાતાની સંપૂર્ણ જાણકારી ફીડ કરવામાં આવી હોય છે. એવામાં તમે જ્યારે એટીએમમાં તમારા કાર્ડના ઉપયોગ દ્વારા પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરો છો તો તેને ચકાસણી કરવા એક યૂનિક ટ્રાન્ઝેક્શન કોડ જનરેટ થાય છે જેના કારણે તમારી સાથે કોઈ ફ્રોડ થવાની સંભાવના નથી રહેતી.

A magnetic stripe card
A magnetic stripe card

નવા ATM કાર્ડ અને તેની પ્રક્રિયા વિશે જાણવા જેવું:

  • EMV કાર્ડમાં બેંક ખાતાને લગતી માહિતી વધુ સલામત રીતે સ્ટોર થાય છે.
  • તમારા ડેબિટ-ક્રેડિટ કાર્ડની ડાબી બાજુ જુઓ. જો ત્યાં એક સિમ કાર્ડ જેવી નાનકડી ચિપ દેખાય તો આ કાર્ડ જાન્યુઆરી 2019 પછી પણ કાર્યરત રહેશે. જો આ ચિપ ન દેખાય તો સમજી લો કે તમારું કાર્ડ જૂનું છે અને 31 ડિસેમ્બર 2018 પહેલા તેને બદલી નાખો.
  • જો હજુ સુધી તમને તમારી બેંક તરફથી આ અંગે કોઈ માહિતી નથી મળી, તો તાત્કાલિક ધોરણે બેંકનો સંપર્ક કરો.
  • ઈન્ટરનેટ બેંકિંગના માધ્યમથી પણ તમે નવા EMV કાર્ડની અરજી કરી શકો છો.
  • તમારી બેંકની હોમ બ્રાન્ચમાં નવા કાર્ડની અરજી કરશો તો બેંકમાં તમારા નોંધાયેલા સરનામા પર જ નવું કાર્ડ પહોંચી જશે.
  • જૂના કાર્ડના બદલામાં નવા કાર્ડ માટે બેંક તરફથી કોઈ અલગથી ચાર્જ નથી.
  • જો તમારું જૂનું ડેબિટ કાર્ડ વર્ષ 2008 પહેલાનું છે તો તે મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ હોય તેવી શક્યતાઓ ઘણી વધી જાય છે.
  • તમારા નવા EMV કાર્ડમાં જૂનો PIN (પાસવર્ડ) ના રાખશો.

[yop_poll id=65]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Monsoon 2019: Heavy rains lash parts of Gujarat| TV9GujaratiNews

 

FB Comments

TV9 Web Desk3

Read Previous

આમાંથી કોઈ ટ્રેનમાં રિઝર્વેશન તો નથી કરાવ્યું ને? જોઈ લેજો, ડિસેમ્બર મહિનામાં થઈ રહી છે રદ્દ!

Read Next

કૌભાંડી વિનય શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા લોકોની લાઈનો પડી!

WhatsApp પર સમાચાર