અક્ષય કુમારથી લઈને બોલિવુડના આ અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાવી સિદ્ધુ આજે કરે છે 1 સુરક્ષા ગાર્ડની નોકરી

અનિશ્ચતિતતાઓથી ભરેલી ફિલ્મ ઈન્સ્ટ્રીઝની દુનિયામાં રિયલ જીંદગી અને રીલ જીંદગી કરતા ખુબ અલગ હોય છે. આવા બનાવો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

એ સાચું છે કે જીવન કોઈ હિન્દી સિનેમા નથી. તે વાત સાવી સિદ્ધુ પર પણ લાગુ પડે છે. એક સમયે ગુલાલ, પટિયાલા હાઉસ અને બ્લેક ફ્રાઈ-ડે જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી ચૂકેલા સાવી સિદ્ધુ આજે એક બિલ્ડિંગમાં સુરક્ષા ગાર્ડની નોકરી કરી રહ્યા છે. સાવી સિદ્ધુએ જણાવ્યું કે તેમના કરિયરની શરૂઆત ચંદીગઢથી થઈ હતી. ત્યારબાદ તે ઉત્તરપ્રદેશ સ્થિત લખનઉ પાછા આવ્યા અને કાયદાનો અભ્યાસ કરવા લાગ્યા. તે દરમિયાન જ થિયેટરમાં કામ શરૂ કર્યુ.

 

READ  ગુજરાત બાહર પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવા જતા ગુજરાતીઓને ખબર પણ નહીં હોય કે ગુજરાતમાં જ છે એવી જગ્યા, જ્યાં સહેલાણીઓ પ્રકૃતિનુ સોંદર્ય માણી થાય છે મંત્રમુગ્ધ, જુઓ VIDEO

 

ત્યારબાદ ફિલ્મ ડીરેકટર અનુરાગ કશ્યપે તેમની ફિલ્મ ‘પાંચ’ માટે તેમને સાઈન કર્યા પણ તે ફિલ્મ રિલીઝ ના થઈ શકી. ત્યારબાદ સાવિએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’માં કમિશ્નર સામરાનું પાત્ર ભજવ્યું હતું. સાવિએ અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગુલાલ’માં પણ કામ કર્યુ. તેમને યશરાજ ફિલ્મ માટે પણ કામ કર્યુ છે.

તેમની જીંદગીમાં ખરાબ સમયની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાવિની તબિયત બગડી અને જ્યારે મારી પત્નીનું નિધન થયું. તે દરમ્યાન મારા માતા, પિતા, સહિત તમામ લોકો દુનિયા છોડીને જતા રહ્યા. પછી મેં સુરક્ષા ગાર્ડની નોકરી ચાલુ કરી. મારી પાસે બસના પૈસા નથી કે હું ફિલ્મો માટે નિર્માતા-ડિરેકટરો સાથે મળવા જઈ શકુ. હું સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી 12 કલાકની શિફટ કરૂ છું. સાવિએ વધુમાં જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે ફિલ્મ ઈન્સ્ટ્રીઝ તેમને યાદ કરશે અને તેમના જુના દિવસો પાછા આવશે.

READ  રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે !

રાજકોટ: ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની પાર્ટીમાં પોલીસના જ દરોડા

FB Comments