10 વર્ષનો છોકરો વાસ્તવિક જીવનામાં બન્યો ‘દેવનો રૂપ’, મરઘીના બચ્ચાં પર સાયકલ ચઢાવી દીધી તો જાતે જ લઈને દોડ્યો હોસ્પિટલ, મરઘીનું બચ્ચું જીવ્યું કે બચ્યું ?

ભૂલ દરેક લોકોથી થાય છે પણ તેને સુધારવાનો પ્રયત્ન લોકો નથી કરતા. માણસાઈના ઉત્તમ ઉદાહરણ વિશે આપણે ઘણાં પાઠ શાળામાં ભણીએ છીએ. પરંતુ તેનો અમલ બધા લોકો નથી કરતા. આજે મિઝોરમના એક બાળકે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરતાં પોતાની ભૂલને સુધારવા પોતાનું બધુ જ દાવ પર લગાવવી દીધું છે.

મિઝોરમમાં એક નાનો છોકરો સાયકલ ચલાવી રહ્યો હતો. ભૂલથી તેના સાયકલના ટાયરની નીચે તેના પડોશીના મરઘીનું બચ્ચું આવી જતાં તેને ખુબ દુઃખ થયુ હતું. ત્યારબાદ તેની પાસે જેટલા પણ પૈસા હતા તે અને મરઘીના બચ્ચાને ઉઠાવીને દાડ્યો. તેના ઘરની નજીક આવેલા એક દવાખાનામાં પહોંચી ગયો કારણ કે તેની સારી દવા કરી શકે.

બાળકનો જીવદયાનો માસૂમ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ બાળકના ચહેરાના હાવભાવ જોઈને લાગી રહ્યું છે કે, તે આ નાનકડા જીવને બચાવવા અને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરવા કેટલી બધી ચિંતામાં છે. તેના એક હાથમાં 10 રૂપિયા છે જે તેની કુલ જમાપૂંજી જોવા મળી રહી છે.

READ  VIDEO: અમદાવાદમાં આક્રોશમાં આવીને યુવકે પોતાના મિત્રની જ કરી નાખી કરપીણ હત્યા

આ પણ વાંચો : કોણ છે ‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ના પ્રમુખ? જેઓ લોકસભાની ચૂંટણી લડશે અને પુરૂષોને અપાવશે ન્યાય!

આજે દુનિયામાં ઘણા લોકો રાહ ચાલતાં મુસાફરોને વાહનની અડફેટમાં લઈને ઘાયલ કરીને ભાગી જતા હોય છે અને માનવતાં કે દયા જેવું તેમના દિલમાં કોઈ સ્થાન જોવા મળતું નથી. તેમને જોઈને આ બાળકમાં ઈશ્વરનું સ્વરૂપ દેખાય છે.

READ  ગુજરાતમાં ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આ તારીખે થશે જાહેર, વિદ્યાર્થી આ રીતે જોઈ શકશે પોતાનું RESULT

Top News Stories From Gujarat: 21/1/2020| TV9News

FB Comments