2 માર્ચથી ખુલશે SBI Cardsનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો તમામ વિગતો

sbi-cards-payment-services-ipo-raised-2769-crore-74-anchor-investors-ahead-initial-share-sale-how-to-apply

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIની સહાયક કંપની SBI Cardsનો IPO 2 માર્ચે ખુલશે. પ્રાઇસ બેન્ડ રૂ.750 થી રૂ.755 નક્કી કરવામાં આવી છે. આ IPOથી રોકાણકારોને બમ્પર રિટર્નની આશા છે. એસબીઆઇ કાર્ડ્સનો શેર ગ્રે માર્કેટમાં 200-270 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો સરળ ભાષામાં કહીએ તો લિસ્ટિંગના દિવસે તેના પર પ્રતિ શેર 270 રૂપિયા નફો થઇ શકે છે.

READ  Congress VP Rahul Gandhi departs for Delhi - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

SBI Cardsએ 19 શેરનો 1 લોટ નક્કી કર્યો છે, એટલે કે 755 રૂપિયાના ભાવ પર શેર મળે છે તો ઓછામાં ઓછા 14345 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPOમાં રોકાણ માટે તમારૂ ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે અને તેના દ્વારા IPO ભરી રોકાણ કરી શકાય છે.

READ  અમદાવાદ: આવતીકાલથી માસ્ક પહેરવું ફરજિયાત, નહીં તો થશે 5 હજાર રૂપિયાનો દંડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

એસબીઆઈ કાર્ડ્સના 95 લાખ ગ્રાહકો છે અને તે બીજી મોટી કંપની છે. ક્રેડિટ કાર્ડની સંખ્યાના સંદર્ભમાં એસબીઆઇ કાર્ડ્સનો બજારમાં 18% નો હિસ્સો છે. RBIના આંકડા મુજબ ગત 3 વર્ષમાં ભારતમાં ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવામાં વાર્ષિક 35.6%ના દરથી વધારો થયો છે, જ્યારે ક્રેડિટ કાર્ડ લેવામાં 25.6%નો વધારો નોંધાયો છે. SBI Cardsના એમડીનું કહેવું છે કે SBIની કંપનીમાં કુલ 74% ભાગીદારી છે.

READ  Maharashtra : Thane corporation dumps garbage near building of tax defaulter - Tv9

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments