SBIના ગ્રાહકો માટે ખૂશખબર, જો તમારાં ખાતામાં છે આટલાં રુપિયા તો હવે બેંક આપશે વધારે વ્યાજ

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના કરોડો ગ્રાહકોને મોટી ગિફ્ટ આપી છે. SBIએ બચત ખાતા અને ઓછા સમયની લોનના વ્યાજ દરોને રેપો રેટ સાથે લિંક કરવાનો નિર્ણય કર્યો છે. SBIના આ નિર્ણય થકી ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કિ કરેલા રેપો રેટનો લાભ ગ્રાહકોને તરત મળશે. 

1 મે થી શરૂ થશે નવી યોજના

SBI તરફથી  નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નવી યોજના 1 મે 2019 થી શરૂ થસે. SBIના બચત ખાતા પર 3.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જ્યારે રિઝર્વ બેંક તરફથી રેપો રેટ 6.25 ટકા નક્કિ કરવામાં આવ્યું છે. SBIના આ નિર્ણય પછી બચત ખાતા પર વ્યાજ દર 2.75 ટકા વધી 6.25 ટકા થઈ જશે. પરંતુ આ લાભ માત્ર એવા લોકોને મળશે. જેના ખાતામા ઓછામાં ઓછા એક લાખ જમા હશે. ઉપરાંત નિર્ણય અમલી બન્યા બાદ નાના સમયની લોનના વ્યાજ દરોમાં પણ ઘટાડો થવાની આશા છે. જમા મુદ્દત પર પહેલાની જેમ જ વ્યાજ દર મળતુ રહેશે.

રેપો રેટમાં ફેરફાર થતાં ગ્રાહકોને તરત મળશે લાભ

RBI તરફથી થોડા થોડા સમયે રેપો રેટમાં ફેરફાર કરવામાં આવે છે. રેપો રેટમાં ઘટાડો થતાં બેંકોને ફાયદો અને વધારાથી નુકસાન થાય છ. પરંતુ ઘણી વખત રેપો રેટ ઘટવા છતા બેંક તેનો ફાયદો ગ્રાહકોને આપતી નથી. જેના કારણે ગ્રાહકોને નુકસાન થાય છે. જેને ધ્યાનમાં રાખી SBIએ પોતાના બચત ખાતાને ઓછા સમયની લોનના રેપો રેટ સાથે લિંક કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેના કારણે બેંકને મોટો ફાયદો થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

RBIએ હમણાં જ ઘટાડ્યા રેપો રેટ

ભારતીય રિઝર્વ બેંકને ગયા મહિને મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ ઓછા કરવાનો નિર્ણય કર્યો હતો. RBI દ્વારા લેવાયેલા પગલા બાદ બેંકો પર ચાલુ લોનના વ્યાજ દરો પર ઘટાડો કરવાનુ દબાણ સર્જાયું છે. કેટલીક બેંકોએ 5 થી 10 વેસિસ પોઈન્ટનો ઘટાડો પણ કર્યો છે. તો બીજી કેટલીક બેંકો 31 માર્ચ સુધી વ્યાજ દરોમાં ઘટાડાની યોજના બનાવી રહ્યાં છે.

Monsoon 2019: Mumbai wakes up to waterlogged roads, submerged tracks after heavy rains| TV9News

FB Comments

jignesh.k.patel

Read Previous

ભારતીય બેંકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવીને ભાગી ગયેલો નીરવ મોદી લંડનમાંં લાખો રૂપિયાનું જેકેટ પહેરીને ફરે છે!

Read Next

પાકિસ્તાન મંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને આપી ધમકી, કહ્યું કે પાકિસ્તાની ટીમ કાળી પટ્ટી ધારણ કરી ભારતનો વિરોધ કરશે

WhatsApp પર સમાચાર