મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી

SC allows government to go ahead with reclaiming land for coastal road plan, Mumbai mumbai highcourt na aadesh ne rad karta SC e coastal road ne aapi lilijandi

મુંબઈમાં 14 હજાર કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટના 19 જુલાઈના આદેશને રદ કરતાં સુપ્રીમ કોર્ટે કોસ્ટલ રોડ પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, એનએન્ડટીને કોસ્ટલ રોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ! ગુજરાતમાં ટીચરોને લઈને સરકારે જાહેર કર્યો એક પરિપત્ર અને ગણતરીના કલાકોમાં જ કરી નાખ્યો રદ્દ

ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતામાં 30 મિનિટથી વધારે ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને રદ કરતાં કહ્યું કે અમે મુંબઈ હાઈકોર્ટના એ નિર્ણય સાથે સહમત નથી કે આના માટે પહેલા પર્યાવરણની મંજૂરી મેળવવી પડશે, સાથે જ સુપ્રીમ કોર્ટે 14 હજાર કરોડ રૂપિયાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી હતી.

READ  અમેરિકા ઈરાન બાદ આ બે દેશ વચ્ચે તણાવ વધ્યો, જંગી જહાજો-વિમાનો આમને-સામને


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે બોમ્બે હાઈકોર્ટે પર્યાવરણના નુકસાનને લઈને આ પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી હતી. હવે વધુ સુનાવણી માર્ચ કે એપ્રિલ મહિનામાં હાથ ધરાશે. ત્યારે સુપ્રીમ કોર્ટે રોક હટાવી લેતા કોંગ્રેસ અને શિવસેનાએ ખુશી વ્યક્ત કરી છે.

READ  શાળાના વિદ્યાર્થીઓના યૂનિફોર્મમાંથી હટાવવામાં આવશે કમળનું નિશાન, વિવાદ વધતા લેવામાં આવ્યો આ નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments