સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ વિરુદ્ધ ‘કાવતરા’ની તપાસ કરશે પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયક, કોર્ટે કહ્યું CBI અને IB સહયોગ આપે

મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ પર યૌન શૌષણના આરોપો લાગ્યા છે તેને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ દાવા પર તપાસના આદેશ પણ આપ્યા છે.

પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયક

સુપ્રીમ કોર્ટે આ તપાસને પૂર્વ ન્યાયધીશ પટનાયકને સોંપી છે અને સીબીઆઈના નિર્દેશક તેમજ આઈબી ચીફને સહયોગ આપવા પણ કહેવામાં આવ્યું છે. રિટાર્યડ જસ્ટિસ પટનાયકને ઉત્સવ બૈંસના આરોપોની તપાસ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્સવ બૈંસે એવો દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈને યૌન શોષણના મામલે ફંસાવવા માટે આ કાવતરું કરવામાં આવ્યું હતું.

 

 

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ન્યાયપ્રણાલી પર સમજી વિચારીને થઈ રહેલાં હુમલાને લઈને પોતાની નારાજગી બતાવી હતી અને કહ્યું કે તાકાતવર લોકોને બતાવવાનો સમય આવી ગયો છે કે તેઓ આગથી રમી રહ્યાં છે અને આ બંધ થવું જોઈએ.

આ બધાની સુનાવણીની સાથે જ ન્યાયધીશ એન વી રમણે પોતાને આ કેસની સુનાવણીથી અલગ કરી લીધા છે, તેઓ પણ તપાસ માટે નિમાયેલી ત્રણ ન્યાયધીશની સમિતિના સદસ્ય હતા. તેમની પર ફરિયાદીએ આરોપ લગાવ્યો કે તેઓ જસ્ટિસ રંજન ગોગોઈની સાથે નજીકનો સંબંધ ધરાવે છે અને તેના લીધે જ તેમની આ ત્રણ વ્યક્તિઓની પીઠમાં સામેલ કરવામાં આવ્યા છે. આ આરોપ બાદ જસ્ટિસ રમણે પોતાને કાર્યવાહીથી અલગ કરી લીધા છે. આમ હવે તપાસ પૂર્વ જસ્ટિસ પટનાયકની આગેવાનીમાં થશે.

 

Surat Fire Tragedy: 2 more people arrested in the matter: Surat Police- Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

મુંબઈના વેપારીએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ સમયસર ના કર્યું, કોર્ટે 5 હજારના દંડ સાથે 3 મહિના જેલની સજા ફટકારી

Read Next

માફિયા ડોન અતીક અહમદને UPથી ગુજરાતની જેલમાં મોકલવા આદેશ, જાણો કેમ કોઈ જેલ તેને રાખવા તૈયાર નથી?

WhatsApp chat