પૂર્વ CBI ચીફ રાવને કોર્ટ સામે પંગો લેવો પડી ગયો મોંઘો, 1 લાખ રૂપિયાના દંડ સહિત આખો દિવસ કોર્ટમાં બેસવાની મળી સજા

સુપ્રીમ કોર્ટની અવમાનના કોઈને પણ ભારે પડી શકે છે. ભલે તે દેશની મહત્વની તપાસ એજંસી સીબીઆઈના પૂર્વ નિયામક નાગેશ્વર જ કેમ ન હોય.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈના પૂર્વ વચગાળાના ડાયરેક્ટ નાગેશ્વર રાવને કોર્ટની અવમાનના બદલ મંગળવારે આખો દિવસ કોર્ટમાં બેસવાની અને સાથે જ એક લાખ રૂપિયાનો દંડ ભરવાની સજા સંભળાવી.

હકીકતમાં સીબીઆઈના વચગાળાના ચીફ પદે રહેતા રાવે પૂર્વ જૉઇંટ ડાયરેક્ટર એ કે શર્માની બદલી કરી નાખી હતી. શર્મા તે સમયે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસની તપાસ કરી રહ્યા હતાં. એ કે શર્માની બદલી કરતા પહેલા નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટની પરવાનગી નહોતી લીધી. તેના પગલે કોર્ટે તેમને અવમાનની નોટિસ ફટકારી હતી.

READ  શું લોકસભાની ચૂંટણીને લઈને હાર્દિક પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે?

જોકે નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટમાં રજૂ થતા પહેલા જ માફી માંગી લીધી હતી, પરંતુ ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈએ નાગેશ્વર રાવના માફીનામાને ફગાવી દીધુ હતું. રાવે સોમવારે સ્વીકાર કર્યો હતો કે તેમણે ભૂલ કરી અને તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માગતા કહ્યુ હતું કે તેમનો ઇરાદો સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ કરવાનો નહોતો.

READ  Inside Deepika Padukone And Ranveer Singh's Star-Studded Mumbai Reception

સીબીઆઈ તરફથી ઍટૉર્ની જનરલે મંગળવારે દલીલ મૂકી કે નાગેશ્વર રાવે માફી માંગી છે અને તેમણે જાણી-જોઈને સુપ્રીમ કોર્ટની અવમાનના નથી કરી. ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા લીગલ એડવાઇઝરને કહ્યુ હતું કે એ કે શર્માની બદલી કરતા પહેલા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરવાની પરવાનગી માંગવામાં આવે, પરંતુ આમ છતાં આવું ન કરવામાં આવ્યું. જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે ટ્રાંસફર કરતા પહેલા કોર્ટમાં એફિડેવિટ આપવું જોઇતુ હતું.

READ  ટ્રકને ઓવરટેક કરવા ગયો બાઈકચાલક, ટ્રકનું ટાયર ફરી વળ્યું બાઈકચાલક પર, જુઓ VIDEO

[yop_poll id=1346]

News Headlines From Ahmedabad : 22-11-2019 | Tv9GujaratiNews

FB Comments