ગુજરાત ફરી બન્યું ચૂંટણીનો અખાડો, કોંગ્રેસ અને ચૂંટણી પંચ આવ્યા સામ-સામે, રાજ્યસભાની ચૂંટણીની તારીખને લઈને વિવાદ

ગુજરાત રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પિટિશન જેવી કોઈ વસ્તુ નથી અને આ રિટ નથી તેથી તે કલમ 32 હેઠળ આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટ જોશે કે સીટ ખાલી કેવી રીતે પડી છે, કેઝ્યુઅલ છે કે નિયમિત સીટ. સોમવારે ચૂંટણી પંચ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર નોટિસનો જવાબ આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surat: Man kills wife, cuts her into three pieces

સોમવારે ચૂંટણી પંચ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર નોટિસનો જવાબ આપશે અને મંગળવારે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં બે બેઠકો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકારીને એક અરજી દાખલ કરી હતી. અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની ખાલી પડેલી બેઠકો પર એક સાથે ચૂંટણી યોજવાની માગણી કરી છે. અરજીમાં તેમણે જણાવ્યું હતું કે એક જ દિવસે બંને બેઠકો પર અલગ ચૂંટણીઓ યોજવીએ ગેરબંધારણીય છે. ગુજરાતની રાજ્ય સભામાં ખાલી પડેલી બે બેઠકો પર 5 જુલાઇએ ચૂંટણી યોજાશે.

READ  Gujarat : 13 new special trains to run this Diwali

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ગાંધીનગરથી તેમની પ્રથમ લોકસભાની ચૂંટણી જીત્યા પછી શાહની બેઠક 28 મેના રોજ ખાલી થઈ ગઈ હતી, જ્યારે સ્મૃતિ ઇરાનીની બેઠક 29 મેના દિવસે ખાલી તરીકે જાહેર કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Kutch: 'Age is just a number' These senior citizens are all set to cast their vote - Tv9 Gujarati

 

FB Comments