Big Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી બહુમત સાબિત કરે દેવેન્દ્ર ફડણવીસ, જુઓ VIDEO

 

મહારાષ્ટ્ર વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસની સરકારને 27 નવેમ્બર પહેલા બહુમતી સાબિત કરવી પડશે. સુપ્રીમ કોર્ટે તેના માટે બુધવાર સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જસ્ટિસ એન.વી.રમન્ના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ નિર્ણય સંભાળાવ્યો છે. શનિવાર સવારે 8 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન અને અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાને લઈ NCP, શિવસેના અને કોંગ્રેસે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત સાથે ગુજરાતી વાનગીઓનો પણ સ્વાદ માણશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભાજપ 27 નવેમ્બરની અંદર બહુમત સાબિત કરે. કોર્ટે પ્રોટેમ સ્પીકરની નિમણુંક કરવા માટે પણ આદેશ આપ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનું લાઈવ ટેલીકાસ્ટ કરવા માટે પણ કહ્યું છે.

READ  અમરાઈવાડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં પાટીદાર VS પાટીદારનો જંગ...જાણો આ બેઠકનો સંપૂર્ણ ઈતિહાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments