વકીલે આપ્યા CJIની વિરૂધ્ધના પુરાવા, પોલીસ, CBI અને IBના ચીફને સુપ્રીમ કોર્ટનું સમન

Important order of the Supreme Court

સુપ્રીમ કોર્ટે CBIના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને IBના ચીફની વિરૂધ્ધ સમન કાઢ્યુ છે. કોર્ટે આ સમન ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાની તપાસ અને ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરૂધ્ધ લાગેલા યૌન શોષણના આરોપોના મામલે મોકલ્યુ છે.

દિલ્હીના વકીલ ઉત્સવ બેંસનો દાવો છે કે ચીફ જસ્ટિસ ગોગોઈને ષડયંત્ર હેઠળ આ મામલે ફસાવવામાં આવી રહ્યાં હતા. તેમને તેમના દાવાના સમર્થનમાં કોર્ટને સીલ બંધ કવરમાં દસ્તાવેજ પણ આપ્યા. ત્યારબાદ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજની બેન્ચે 3 સંસ્થાઓના પ્રમુખોની સાથે વાતચીત કરી.

 

READ  કોરોના વાયરસ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને આપો પેરોલ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરૂધ્ધ યૌન શોષણના આરોપની તપાસ માટે કોર્ટે 3 જજોની એક સમિતી બનાવી છે. આ સમિતીમાં કોર્ટના 3 જજ જસ્ટિસ એસ.એ.બોબડે, એન.વી.રમન અને ઈન્દિરા બનર્જી સામેલ છે. ચીફ જસ્ટિસ ગોગોઈ પછી બોબડે જ સૌથી સિનિયર જજ છે.

આ મામલે કોર્ટે વકીલ ઉત્સવ બેંસને નોટીસ મોકલી છે. ઉત્સવે આરોપ લગાવ્યો હતો કે તેમને CJIની વિરૂધ્ધ ખોટા આરોપ લગાવવા માટે લાંચની ઓફર આપવામાં આવી હતી.

READ  INX મીડિયા કેસ મામલે ચિદમ્બરમ પર CBI પછી ED સંકજો કસવાની તૈયારીમાં, SCમાં આપી આ વિગતો

 

Oops, something went wrong.
FB Comments