કેન્દ્ર અને રાજ્ય સરકાર 15 દિવસમાં તમામ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડે: સુપ્રીમ કોર્ટ

sc to center state governments take all migrant laborers to their homes in 15 days kendra ane rajya sarkar 15 divas ma tamam pravasi majuro ne temna ghare pohchade: Supreme Court

કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને તમામ પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. તે સિવાય કોર્ટે કહ્યું કે તમામ રાજ્ય પોતાને ત્યાં પ્રવાસીઓનું રજિસ્ટ્રેશન કરાવે અને સાથે જ સુનિશ્ચિત કરે કે તેમના માટે રોજગાર સહિત બીજા પ્રકારની રાહત આપવામાં આવશે.

 

READ  ગાંધીનગર જિલ્લામાં કોરોના બાદ હવે તીડની આફત, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

 

કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ભારતીય રેલવેએ 3 જૂન સુધી 4,228 ટ્રેન ચલાવી છે, જેના દ્વારા 57 લાખ પ્રવાસીઓને તેમના ઘરે પહોંચાડ્યા છે. ત્યારે રોડ માર્ગથી અત્યાર સુધી 41 લાખ લોકોને ઘરે પહોંચાડવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધી લગભગ 1 કરોડ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટર માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?

કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા તુષાર મહેતાએ કહ્યું કે અમે રાજ્યોને પૂછ્યુ કે તેમને કેટલા મજૂરો શિફ્ટ કરવાની જરૂરિયાત છે અને કેટલી ટ્રેનની જરૂર છે? રાજ્યોએ જાણકારી ઉપલબ્ધ કરાવી છે, તેના આધાર પર ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તે મુજબ અત્યારે 171 ટ્રેનની જરૂરિયાત છે. કેન્દ્રના આ ચાર્ટ પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે પૂછયુ કે તમારા ચાર્ટ મુજબ શું મહારાષ્ટ્રએ એક જ ટ્રેનની માગ કરી છે? તેના જવાબમાં તુષાર મહેતાએ કહ્યું કારણ કે 802 ટ્રેન પહેલા જ મહારાષ્ટ્ર ચલાવી ચૂક્યુ છે.

READ  મચ્છરોને મારવા પાછળ ચીનને અપાતા 300 કરોડ હવે દેશમાંજ રહેશે, મોરબીના વેપારીઓએ બનાવવાનાં શરૂ કર્યા મચ્છર મારવાનાં રેકેટ, જલ્દીજ બજારમાં મળવા લાગશે મેડ ઈન મોરબીનાં રેકેટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments