VIDEO: ભાજપને સરકાર રચવાના રાજ્યપાલના આમંત્રણના આદેશને શિવસેના, NCP અને કોંગ્રેસે SCમાં પડકાર્યો, આજે 11.30 વાગ્યે સુનાવણી

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપવાના નિર્ણયને પડકારતી અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીનાએ આદેશને રદ કરવાની માગણી કરી છે.

 

જેમાં તેમણે પ્રદેશમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રિત કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં એવી પણ અપીલ કરાઈ છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એવો આદેશ આપવામાં આવે કે તેઓ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડિસ્કવરી ચેનલમાં જોવા મળતો વાઘ દેખાયો ગુજરાતમાં, 27 વર્ષ બાદ જંગલમાંથી બહાર આવ્યો વાઘ, મહિસાગરના રસ્તા પર દેખાયો, VIDEO

ગઈકાલે વહેલી સવારે રાજ્યપાલે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપતા અને ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન અને અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્યપાલના આ નિર્ણયથી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ઉંઘતા ઝડપાયા હતા અને ભાજપ એનસીપીના ધારાસભ્યોને તોડીને સરકાર રચવામાં સફળ રહ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મહાત્મા ગાંધીની 72મી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

 

 

રાજ્યપાલના આ અણધાર્યા નિર્ણયને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ત્રણેય પક્ષોએ ભેગા મળીને પડકાર્યો છે. ગઈકાલે ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં એક સંયુક્ત અરજી કરી હતી અને તે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે માગ કરી હતી. આજે સવારે 11.30 વાગ્યે સુનાવણી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

 

FB Comments