માફિયા ડોન અતીક અહમદને UPથી ગુજરાતની જેલમાં મોકલવા આદેશ, જાણો કેમ કોઈ જેલ તેને રાખવા તૈયાર નથી?

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી હોવાના લીધે સુપ્રીમ કોર્ટે અતીક અહમદને ગુજરાતની જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે. અતીક અહમદ અને તેના ભાઈ અશરફ પર 150થી વધારે કેસ નોંધાયેલા છે.

માફિયા બન્યા બાદ નેતા બની ગયેલા અતિક અહમદથી મળીને દરેક લોકો એમ જ કહે છે કે તેની આંખોમાં જોઈને વાત કરવી તે અશક્ય છે. બરેલીમાં તેની સાથે સુરક્ષામાં મુકવામાં આવેલા ગાર્ડે પણ આ જ વાતને લઈને કહેલું કે તેની આંખો ડરામણી છે અને તે ઘૂર્યા જ કરે.

દેવરીયા જેલથી બરેલી જેલ મોકલવાના સમયે તેની સાથે રહેલાં સુરક્ષાજવાનોના પગમાં સોજા આવી ગયા હતા અને બાદમાં અધિક્ષકે વધારાની પોલીસ ફોર્સ મગાવવી પડી હતી અને તેની સુરક્ષામાં તૈનાત કરવાની ફરજ પડી હતી. વ્યાપારી મોહિત જયસ્વાલ સાથે અતિકે અને તેમના પુત્ર સહિત 12 લોકોએ બંદૂકની અણીએ પ્રોપર્ટી કોઈ બે યુવકોના નામે કરાવી લીધી હતી. આ બાબતે મોહિત જયસ્વાલે ફરિયાદ દાખલ કરી હતી.

READ  જયા પ્રદા પર વાંધાજનક નિવેદન આપીને ફસાયા આઝમ ખાન, NWCએ કહ્યુ ચૂંટણી લડવા પર લગાવો પ્રતિબંધ

દેવરીયાની જેલમાં ચૂંટણી પંચની મંજૂરી બાદ અતિક અહમદને ગુજરાતની જેલમાં મોકલી આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો હતો તેથી તે પોતાના ધંધો ત્યાં ન ચલાવી શકે. અતિક અહમદ હવે 57 વર્ષનો થઈ ગયો છે અને તો પણ તેના ખૌફથી લોકો ડરે છે ભલે તે જેલની અંદર હોય કે બહાર હોય.

રાજનીતિક સફર


અતિક અહમદ 1989માં નેતા બની ગયો હતો અને 2004 સુધી તે સતત 6 વખત ચૂંટણી જીત્યો હતો. જેમાં પાંચ વખત ઈલાહાબાદની સીટ પર ધારાસભ્ય જ્યારે એક વખત ફૂલપુર લોકસભાની સીટ પરથી સાંસદ પણ બન્યો છે. અતિકે પોતાનું રાજનીતિક કરીયર અપક્ષમાં શરુ કરેલું પણ બાદમાં તેને સમાજવાદી પાર્ટી જોઈન કરી લીધેલી અને આખરે તે અપના દલમાં જોડાઈ ગયેલો. 2004માં સમાજવાદી પાર્ટીની ટિકીટમાંથી તેણે જીત હાંસિલ કરી પણ 2014ની ચૂંટણીમાં તેણે હારનો સામનો કરવો પડ્યો. 2018માં પણ તે પેટાચૂંટણી લડ્યો પણ તેમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અતિકને પસંદ કરતા નથી તેવું તેણે જાહેરમાં પણ કહેલું.

READ  આ કારણે મુંબઈમાં લોટરીમાં જીતેલા 5.8 કરોડનો ફલેટ લેવાની યુવકે ના પાડી દીધી

 

 

અતિક પર બસપાના ધારાસભ્ય રાજુપાલની હત્યાનો આરોપ 2005ના વર્ષમાં લાગ્યો કારણ કે બસપાના ધારાસભ્યે અતિકના ભાઈ અશરફને ચૂંટણીમાં હરાવીને જીત મેળવી હતી. અતિકના નામે તેના સાગરીતો બેફામ પૈસા લોકો પાસેથી પડાવે છે પોલીસે અતિકને ગુજરાત મોકલવાના સમયે 4 સાગરીતોને આ બાબતે પકડીને કાર્યવાહી કરી છે. અતિકના બેરેકમાંથી ઘણીવખત મોબાઈલ મળી આવવાની પણ ઘટનાઓ સામે આવી છે તેના લીધે જ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીના સમયે કોઈ સુરક્ષામાં ચૂક ન થાય એટલે અતિકને ગુજરાતની જેલમાં મોકલવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે.

READ  ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments