• March 21, 2019

સાથીમિત્ર ચંદાને પણ થાપ આપી નેપાળ બાદ અન્ય દેશમાં ભાગવાનો પ્લાન હતો કૌભાંડી વિનય શાહનો!

નેપાળ પોલીસનું માનીએ તો કૌભાંડી વિનય શાહ ચંદા થાપાનો એક મહોરાની જેમ ઉપયોગ કરતો. પોલીસને વિનય શાહે એવું કહ્યું હતું કે તે ચંદા સાથે લગ્ન કરવા માગે છે પરંતુ હકીકતમાં તે ચંદાને મોટો ઝટકો આપવાની ફિરાકમાં હતો.

જુઓ VIDEO:

ટીવી નાઇનના આ એક્સક્લૂસિવ રિપોર્ટમાં જાણો કે આખરે ચંદા થાપા છે કોણ અને નેપાળમાં તે અને તેનો પરિવાર ક્યાં રહે છે. તો એનો ખુલાસો પણ કરીશું કે નેપાળ બાદ કયા દેશમાં ભાગવાનો પ્લાન વિનય શાહે બનાવ્યો હતો.

તપાસમાં એ પણ ખુલાસો થયો કે ચંદાના સહારે વિનય શાહે નેપાળમાં લાખોની રકમ મેળવી હતી. નેપાળના પોખરામાં કૌભાંડી વિનય શાહ સામાન્ય પ્રવાસી બનીને પોતાની મિત્ર ચંદા થાપા સાથે છૂપાઈને બેઠો હતો. પોખરા પોલીસે બંનેને હોટેલ કુમારી ઈનના રૂમમાંથી પકડ્યા. વિનયના કરતૂતોની જાણ થયા બાદ પોલીસે ચંદા સાથેના કનેક્શનની તપાસ કરી. ચંદાની કુંડળી ખોલતા માલૂમ પડ્યું કે,

નાની ઉંમરે ચંદા બાળ મજૂર તરીકે દિલ્હી ગઈ
જ્યાં સ્થાનિક NGOએ ચંદાને પોખરા પરત મોકલી દીધી
પોખરામાં અભ્યાસ કર્યો અને 16 વર્ષની ઉંમરે દિલ્હી અને ત્યારબાદ અમદાવાદ આવી

અમદાવાદમાં એક સ્પામાં ચંદા નોકરી કરતી અને ત્યારે જ તે મહાઠગ વિનય શાહના સંપર્કમાં આવી
ચંદાનો પરિવાર ગરીબ હોવાનું કહેવાય છે. તેનો ભાઈ સામાન્ય કરિયાણાની દુકાન ચલાવે છે પરંતુ ચંદાનું હાલનું પોખરામાં જે મકાન છે તે રૂપિયા 1 કરોડની વધુ કિંમતનું હોવાનું મનાયું છે.

આ પણ વાંચોનેપાળ પોલીસને જોઈ પોપટની જેમ બોલવા લાગ્યો મહાઠગ વિનય શાહ

પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ચંદા પાસે જમીન ખરીદવા અને વૈભવી મકાન બનાવવા જેટલી આટલી જંગી રકમ ક્યાંથી આવી!

ટીવી નાઈનની ટીમ જ્યારે પોખરા સ્થિત ચંદાના ઘરે પહોંચી તો માલૂમ પડ્યું કે તેનો પરિવાર ચંદાની ધરપકડ બાદ કાઠમાંડુ ચાલ્યો ગયો છે.

પોલીસ તપાસમાં વિનયે એવું નિવેદન આપ્યું છે કે તે દિલ્હીથી જ આશરે રૂ.32 લાખ જેટલી મોટી વિદેશી રકમ લઈને આવ્યો હતો. પરંતુ જો તે વિમાન માર્ગે નેપાળ આવ્યો હોય તો એરપોર્ટના સ્કેનિંગ મશીનની નજરમાં જરૂર આવી ગયો હોત. તેથી એવું મનાઈ રહ્યું છે કે કાઠમાંડુથી વિદેશી ચલણ હવાલા મારફતે વિનય શાહને મળ્યું હોઈ શકે છે જેમાં ચંદાની ભૂમિકા શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે.

પોખરા પોલીસનું માનીએ તો મહાઠગ વિનય ચંદા સાથે નેપાળમાં એટલે જ આવ્યો કે તેને લગ્નની લાલચ આપીને તેની સાથે સલામત રીતે સમય પસાર કરી શકે. એટલું જ નહીં, તક મળતા જ તે દુબઈ કે અન્ય કોઈ દેશમાં ભાગી છૂટવાનું પણ વિચારી રહ્યો હતો. જોકે તેના આ પ્લાનમાં નેપાળ પોલીસે પંક્ચર પાડી દીધું.

આ પણ વાંચો: જ્યારે નેપાળમાં પણ વિનયે ન છોડી ઠગવૃત્તિ! TV9નો EXCLUSIVE રિપોર્ટ

હવે રાહ જોવાની કે ગુજરાત પોલીસ આ મહાકૌભાંડીને પરત ગુજરાત લાવવા દે પરસેવો પાડી રહી છે તેમાં ક્યારે સફળતા મળે છે.

[yop_poll id=78]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Valsad: Election officials detain fruit trader with cash worth Rs 19.87 lakh from Bhilad rly station

FB Comments

Hits: 587

TV9 Web Desk3

Read Previous

VIRAL કેટલું રીઅલ ? IAS ટોપર યુવતીની તસવીરનું વાઈરલ સત્ય

Read Next

જો તમે 10 કલાક સુધી મોબાઈલ પર કરો છો આ કામ તો થઈ શકો છો બહેરા!

WhatsApp chat