સિંધિયા બુધવારે જોડાય શકે છે ભાજપમાં, જાણો કયું મોટું પદ મળી શકે છે?

Scindia will not join bjp today

મધ્યપ્રદેશમાં રાજનીતિક હોળી રમાઈ રહી છે. આ હોળીની શરૂઆત જ્યોતિરાદિત્ય સિંધિયાએ બગાવત સાથે કરી છે. સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે સિંધિયા બુધવારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપની સદસ્યતા સિંધિયા લઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: શું પ્રિયંકા ચોપરાએ રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી? કોંગ્રેસે લગાવ્યા "પ્રિયંકા ચોપરા જિંદાબાદ"ના નારા

jyotiraditya-scindia-resignation-kamal-nath-minister-mla-expulsion

આ પણ વાંચો :   કોરોનાનો કહેર : ભારતીય ટીમમાં ફક્ત આ એક જ ખેલાડી જોવા મળ્યો માસ્ક સાથે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કમલનાથે રાજ્યપાલને લખ્યો પત્ર
સિંધિયાની સાથે 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ 22 ધારાસભ્યોમાં 6 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જેને તાત્કાલિક પોતાના પદથી હટાવવા માટે કમલનાથ સરકારે રાજ્યપાલને પત્ર લખ્યો છે. જેમાં મંત્રી ઈમરતી દેવી, તુલસી સિલાવટ, ગોવિંદ સિંહ રાજપૂત, મહેન્દ્ર સિંહ સિસોદીયા, પદ્યુમન સિંહ તોમર અને ડૉ. પ્રભુરામ ચૌધરીનો સમાવેશ થાય છે.

READ  મોંઘવારીના માર વચ્ચે સામાન્ય વર્ગ માટે ગેસ સિલિન્ડરના ભાવને લઈ રાહતના સમાચાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજીનામું આપવાથી સિંધિયાને શું ફાયદો?
સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે સિંધિયાને કમલનાથ સરકારે રાજ્યસભા મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાજુ ભાજપમાં સિંધિયાને રાજ્યસભા જવાનો મોકો મળી શકે છે અને તેને મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે. આ અંગે કોઈ સ્પષ્ટતા હાલ થઈ શકી નથી પણ એટલું સ્પષ્ટ છે કે જો સિંધિયા સમર્થક ધારાસભ્યો રાજીનામું પરત ના ખેંચે તો કોંગ્રેસની સરકાર ચાલી શકશે નહીં. સિંધિયા બુધવારના રોજ શિવરાજ ચૌહાણની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે.

READ  VIDEO: હરિયાણામાં સરકાર બનાવવા માટે કવાયત તેજ, દિલ્હી જવા રવાના થયા CM ખટ્ટર

 

Oops, something went wrong.
FB Comments