અદભૂત! મેદાનમાં જે રીતે મહિલા ખેલાડીએ હિંમત દાખવી તેને જોઈને તમે કહેશો કે “વાહ!’

scottish-footballer-jane-otoole-hammered-her-own-dislocated-knee

રમતમાં ફેન બનાવવાનું સપનું તો તો બધા ખેલાડીઓનું હોય છે પણ અમુક ખેલાડી ખેલના સમયે કંઈક અનોખું કરીને ફેનનું દિલ જીતી લેતા હોય છે. ક્રિકેટર અનિલ કુંબલેનું પટ્ટીઓથી બાંધેલુ જડ઼બુ તો તમને યાદ હશે જેમણે પોતાની ઇજા કરતા વધુ પ્રાધાન્ય રમતને આપ્યુ હતું. હવે ફુટબોલની દુનિયામાં પણ આવુ જ કંઈક સામે આવ્યુ છે. સ્કોટલેંડની મહિલા ફૂટબોલરે પોતાની જ ઇજાને અવગણીને રમત શરૂ રાખી હતી.  જેને લઈને તેમના ચાહકો ભારે વખાણ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલામાં અમદાવાદના 1 વ્યકિતને વાગી ગોળી, તેમના પુત્રને મળવા ગયા હતા ક્રાઈસ્ટચર્ચ

https://twitter.com/stmirrenwfc/status/1230645359866675206?s=20

આ પણ વાંચો :   VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

 

સ્કોટલેન્ડની ફૂટબોલ ખેલાડી Jane O’Tooleનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફુૂટબોલની પાછળ દોડતા ખેલાડી જેનના ઘૂંટણનું હાડકું બહાર નીકળી આવ્યું હતું. તેણી આ દર્દને સહન કરતાં કરતાં રમત ચાલુ રાખી અને પોતાના પગને ફરીથી એજ સ્થિતિમાં લાવી દીધો હતો. આ એવી પળ હતી જ્યારે લોકોએ તેના ખેલના બદલે તેની હિંમતના ફેન થઈ ગયા હતા.

READ  VIDEO: મહેસાણા ટ્રિપલ અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે, બે વ્યક્તિના થયા હતા મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

St Mirren WFC સ્કોટલેંડની મહિલા ફૂટબોલ ટીમ છે અને જેનએ ટીમની કેપ્ટન છે.  21 ફેબ્રુઆરી મેચ દરમિયાન જેનની સ્થિતી ખરાબ થઇ હતી પણ જેન એક સેકન્ડ હિંમત હારી ન હતી. વીડિયોમાં બરોબર દેખાઈ છે કે માથા પર ઈજાને લઇને ચિંતા નથી પણ ઘૂંટણને સરખો કરવાની જલદી છે. જેના લીધે તેઓ સરળતાથી રમી શકે.  સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેનની ટીમે આ વિડીયો પોસ્ટ કર્યો છે જેના પર લોકો દિલ ખોલીને કમેંટ કરી રહ્યા છે.

READ  VIDEO: નવસારીના ખેડૂતોએ ઉઠાવ્યો અવાજ અને કરી દિવસે વીજળીની માગ, અનિયમીત વીજળીથી ખેડૂતો પરેશાન

 

Oops, something went wrong.
FB Comments