પોલેન્ડમાં 74 વર્ષ બાદ ફૂટ્યો બોંબ, 2 સૈનિકના મોત જ્યારે 2 ઘાયલ

જાપાન અને ચીન વચ્ચે થયેલાં યુદ્ધ વખતે પડ્યો રહેલો બોંબ 74 વર્ષ બાદ ફૂટ્યો છે. પોલેન્ડમાં આ બોંબ ફૂટવાથી બેં સૈનિકોના મોત નીપજ્યા છે. જ્યારે બે સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા છે. 74 વર્ષ પહેલાં થયેલાં બીજા વિશ્વ યુદ્ધનો બોંબ મળી આવતા સૈનિકો તેને ડિફ્યૂઝ કરવાની કોશિશ કરી રહ્યાં હતા. આ સમયે બોંબ ફૂટ્યો હતો અને દૂર્ઘટના સર્જાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મસૂદ અઝહરના વિરૂદ્ધ ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત, ફ્રાન્સમાં જૈશની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય
World War 2

આ પણ વાંચો :  કથિત રીતે 108 સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ અંગે કલેક્ટરનો ખુલાસો

પ્રાપ્ત વિગતો અનુસાર આ દૂર્ઘટના પોલેન્ડના કુજનિયા રાસિબોર્સકા જંગલમાં સર્જાઈ છે. આ ઘટનામાં ઘાયલ થયેલાં સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બે સૈનિકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે સૈનિકો જે હોસ્પિટલમાં દાખલ છે તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સૈનિકો જંગલમાં જ તૈનાત હતા અને તેમની સાથે આ દૂર્ઘટના બની છે.

READ  ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવનાર વલ્ડૅ વાઈડ વેબ(WWW) થયું 30 વર્ષનું, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જંગલમાં મુસાફરોને બોંબની સાથે હથિયારો મળી આવવાની સૂચના મળી હતી. આ સૂચના મુજબ સૈનિકો ત્યાં પહોંચ્યા હતા. સૈનિકો બોંબ ડિફ્યૂઝ કરવાની કોશિશ રહ્યાં હતા અને ત્યારે જ બોંબ વિસ્ફોટ થઈ ગયો હતો. આમ 74 વર્ષ જૂના બોંબના લીધે બે સૈનિકોના મોત નીપજ્યા છે.

READ  શિકાગોમાં થયો ગોળીબાર, 13 લોકોને ઈજા, 4 લોકોની હાલત ગંભીર

 

Oops, something went wrong.
FB Comments