મુંબઈમાં રાજદ્રોહના આરોપી શરજીલ ઈમામના સમર્થનમાં નારેબાજી કરતા 50 લોકો સામે કેસ દાખલ

મુંબઈમાં રાજદ્રોહના આરોપી શરજીલ ઈમામના સમર્થનમાં નારેબાજી કરવી કેટલાક લોકોને ભારે પડી ગઈ. ગત શનિવારે મુંબઈના આઝાદ મેદાનમાં થયેલી નારેબાજીને લઈને સરકારે કડક પગલા લીધા છે. સરજીલના સમર્થનમાં નારા લગાવવા બદલ 50 લોકો સામે કેસ દાખલ કરાયો છે. જેમા એક યુવતી ઉર્વશી ચુડાવાલાની ઓળખ થઈ છે. મહત્વનું છે કે, ગત શનિવારે આઝાદ મેદાનમાં કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

READ  સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

આ લોકોના હાથમાં જય ભીમના ઝંડા હતા. પરંતુ મોઢા પર સરજીલને સમર્થન આપતા નારા હતા. શરજીલ તેરે સપનો કો હમ મંજીલ તક પહોંચાયેંગે તેવા નારા લગાવ્યા હતા. જોકે આ સમગ્ર મુદ્દે પોલીસે રાજદ્રોહ, રાષ્ટ્રીય અખંડતા સામે પૂર્વાગ્રહ અને જાહેરમાં દુર્વ્યવહારવાળા નિવેદનને લગતી ફરિયાદ દાખલ કરી છે. જોકે આ કેસને લઈને પોલીસે ઉર્વશી ચુડાવાલાને પુછપરછ માટે બે વાર બોલાવી હતી. પરંતુ તે આવી નહોતી.

READ  મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ શરજીલ ઈમામનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમા તે આસામને ભારતથી અલગ પાડવાની વાત કરતો દેખાયો હતો. ભડકાઉ ભાષણ બદલ તેની ધરપકડ પણ કરાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments