અંતરિક્ષમાંથી જુઓ કેવો છે ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નો નજારો

Statue of Unity_ Tv9

Statue of Unity_ Tv9

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી હવે દુનિયાભરમાં ભારતની ઓળખનું નવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. વેકેશનમાં ત્યાં મોટી સંખ્યમાં લોકો પહોંચી રહ્યા છે ત્યારે હવે અંતરિક્ષમાંથી પણ આ ભવ્ય પ્રતિમાની તસ્વીરો સામે આવી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અંતરિક્ષમાંથી પણ આટલું અદ્ભૂત લાગશે જે જોઇને તમને નવાઇ થશે.

વાસ્તવમાં આ ફોટો સાનફ્રાન્સિસ્કો સ્થિત ‘પ્લેનેટ લેબ’ દ્વારા ટ્વિટ કરીને શેર કરવામાં આવ્યો છે. જેને કોમર્શિયલ સેટેલાઈટ નેટવર્ક મારફતે લેવામાં આવેલ ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ની આ તસવીર જોઇ તમે પણ અભિભૂત થઇ જશો. 15 નવેમ્બરે આ તસવીર સેટેલાઈટ નેટવર્ક દ્વારા ખેંચવામી આવી હતી.

SkyPlant Lab_StatueOf Unity- TV9
SkyPlant Lab_StatueOf Unity- TV9

15 નવેમ્બરના રોજ 597 ફૂટની ઊંચાઇથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની સ્કાયસેટ ઇમેજ લીધી હતી. @planetlabsએ સેટેલાઇટ નેટવર્ક છે. જે વિશ્વની સુંદર અને અજાયબ જગ્યાઓની સ્કાયસેટ ઇમેજ લે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબર, 2018ના રોજ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું અનાવરણ કર્યું હતુ. @planetlabs સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પ્રતિમા સ્પેસમાંથી કેવી દેખાય છે તેની તસવીર તેમના ટ્વિટર પર શેર કરી છે.

FB Comments

TV9 Web Desk6

Read Previous

શું રામ અને કૃષ્ણની જન્મભૂમિમાં થશે માંસ અને દારૂબંઘી?

Read Next

ગધેડાની લે-વેચ માટે ભરાતો અનોખો મેળો!

WhatsApp પર સમાચાર