હવેથી ભીનો અને સૂકો કચરો અલગ રાખશો તો જ સફાઈ કામદાર લઈ જશે તમારા ઘરેથી કચરો!

ટ્રાફિકના પાઠ બાદ હવે અમદાવાદમાં ભણાવાશે ભીના-સૂકા કચરાના પાઠ

  • અમદાવાદને સ્વચ્છતામાં અવ્વલ લાવવા મનપાનો મેગા પ્લાન
  • 3 ડિસેમ્બરથી ભીનો-સૂકો કચરો અલગથી જ સ્વીકારવામાં આવશે
  • 40 હજાર કર્મચારીઓ 14 લાખ ઘરે પહોંચી શીખવશે પાઠ

અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ લાવવા માટે મનપાએ મેગા પ્લાન બનાવ્યો છે. 3 ડિસેમ્બરથી ભીનો-સૂકો કચરો અલગથી જ સ્વીકારવામાં આવશે. તે પૂર્વે રવિવારે મહાનગરપાલિકાના 40,000 કર્મચારીઓ 14 લાખ ઘરે પહોંચી ભીનો-સૂકો કચરો અલગ-અલગ રાખવાના પાઠ ભણાવશે. જો કચરો અલગ નહીં રાખ્યો હોય તો 3 ડિસેમ્બરથી પાલિકાના સભ્યો તે કચરો નહીં લઈ જાય. આ ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે ડોર ટુ ડોરના કર્મચારીઓ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતાઓ છે. સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કચરો એકત્ર કરવા માટે 1 હજાર વાહનો મૂકવામાં આવશે જે કચરો એકત્ર કરશે. આ કચરો રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન પર ઠાલવવામાં આવશે. શહેરમાં 8 જેટલા રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન તૈયાર કરાયા છે જ્યાં એકત્ર થયેલા કચરાને ઠાલવવામાં આવશે. આ ઉપરાંત ડમ્પિંગ સાઈટ પર ઓછો કચરો આવે તે માટે મટિરીયલ રિકવરી ફેસિલિટી ઉભી કરાશે. વિવિધ એજન્સી 900થી 1 હજાર મેટ્રીક ટન કચરાનું ખાતર બનાવશે.

અમદાવાદને સ્વચ્છ બનાવવાનો નવતર પ્રયાસ
ભીનો-સૂકો કચરો અલગ રાખવા ભણાવાશે પાઠ
મહાનગરપાલિકાના 40 હજાર કર્મચારીઓ જોડાશે
14 લાખ ઘરે પહોંચાડશે સ્વચ્છતાનો સંદેશો
સોમવારથી નહીં લેવામાં આવે મિશ્ર કચરો
શહેરમાં કચરો એકત્ર કરવા મૂકાશે વાહનો
શહેરમાં 1 હજાર વાહન કચરો કરશે એકત્ર
રહેણાંક, વાણિજ્ય વિસ્તારમાંથી કચરો એકત્ર કરાશે
8 રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશનમાં ઠલવાશે કચરો
મટીરિયલ રિકવરી ફેસિલીટી ઉભી કરાશે
વિવિધ એજન્સી કચરામાંથી બનાવશે ખાતર

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Today is a prestigious day for Gujarat: Kaushik Patel at inauguration of Ahmedabad shopping festival

FB Comments

Hits: 81

Comments are closed, but trackbacks and pingbacks are open.