હૈદરાબાદ જેવી ઘટના બાદ સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં સ્વ-રક્ષણની તાલીમ

self-defense-training-at-surat-mahanagar-primary-school-after-an-incident-like-hyderabad
હૈદરાબાદની મહિલા ડૉકટર પર બળાત્કાર બાદ નરાધમોએ તેને જીવતી સળગાવી દેવાની ઘટના સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થિનીઓ, યુવતીઓમાં મહિલાઓમાં અસુરક્ષિતતાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થિનીઓ સ્વસુરક્ષાની તાલીમ લઈ રહી છે.
સરકારી શાળામાં આવા દુશ્યો ભાગ્યે જ જોવા મળે. જ્યાં વિદ્યાર્થિનીઓને હાલ સ્વ-સુરક્ષાની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં દીકરીઓ પરથી રહેલા અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ બાદ દેશ આખો વ્યથિત છે. લોકોમાં રોષ છે. દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓમાં તેટલી ચિંતા પણ છે. તેવામાં હવે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ ધોરણ 6થી 8ની વિદ્યાર્થિનીઓને સેલ્ફ-ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી બાળકીઓ પર થતા અત્યાચારો રોકવાની વાતો થઈ રહી છે. જે અંતર્ગત જિલ્લા પંચાયત અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અંદાજે 30 હજારથી વધુ વિદ્યાર્થિનીઓને આ તાલીમ આપવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતમાં વધુ એક ક્રાઈમ, રૂપિયાની લેવદેવડમાં ભાણાએ જ મામાની કરી નાખી હત્યા

સરકારની ગ્રાન્ટમાંથી આ તાલીમ અપાય છે. વિદ્યાર્થિનીઓ આવા સમયે પ્રતિકાર કરી શકે તે માટે ખાસ ટ્રેનરો રાખવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિની કુલ 247 શાળાઓમાં કન્યા શાળાઓમાં અઠવાડિયામાં એક વાર આ તાલીમ આપવામાં આવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  Man held for killing wife on suspicion of infidelity - Tv9 Gujarati

 

આજે એ સમય છે. જ્યાં નાની વિદ્યાર્થિનીઓ પણ હાલના સમયમાં ચાલી રહેલા માહોલ વિશે માહિતગાર છે. તેવામાં અન્યની મદદ માટે નિર્ભર રહેવા કરતા વિદ્યાર્થિનીઓ હવે જાતે જ સ્વસુરક્ષા માટે માનતી થઈ છે. નિર્ભયા કાંડ, કઠુઆ કાંડ અને હવે હૈદરાબાદમાં થયેલા બનાવથી દેશમાં ભયનો માહોલ છે. તેવામાં વિદ્યાર્થિનીઓને નાનપણથી જ આ ટેક્નિક શીખવાડવામાં આવે તે જરૂરી બન્યું છે.

READ  સુરતમાં રૂપિયા 10 લાખથી ભરેલી થેલી મૂળ માલિકને પરત કરી કારીગરે આપી ઈમાનદારીની મિશાલ, તો મૂળ માલિકે પણ ખુશ થઈને આપી દીધા આટલા રૂપિયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments