સ્ટેમ્પ પેપર પર પ્રતિબંધ અને ઈ-સ્ટેમ્પના નવા કાયદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી સહિત પાંચ પિટિશન

નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી ઈ-સ્ટેમ્પના નવા નિયમને લગતાં કાયદા સામે હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી સહિત જુદી જુદી પાંચ પિટિશન કરવામાં આવી છે. જેમાં ગુજરાત સ્ટેમ્પ સપ્લાય એન્ડ સેલ્સ(એમેન્ડમેન્ટ) રૂલ્સ 2019ની કાયદેસરતા અને બંધારણીયતાને પડકારવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આ કેસમાં હાલ કોઈને નોટિસ પાઠવી નથી. પરંતુ કેસની વધુ સુનાવણી સોમવારના રોજ થશે.

આ પણ વાંચોઃ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એનાલિટિક કમિટી અને અન્યો દ્વારા થયેલી રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ઈ-સ્ટેમ્પના નવા નિમયના લીધે અરજદાર સ્ટેમ્પ વેન્ડર સહિત રાજ્યભરના વેન્ડરો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. કેમ કે આ નવા નિયમો કાયદાથી તો વિપરીત છે જ પરંતુ તેનો અમલ થતાં વેન્ડરોનો મૃત્યુઘંટ વાગી જશે. વેન્ડરો ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ ભારે હાલાકીમાંથી પસાર થવું પડશે. કેમ કે ઈ-સ્ટેમ્પની ઉપલબ્ધતાના પ્રશ્નો ઉપસ્થિત થશે. ખાસ કરીને નાના ટાઉન અને ગામડાઓમાં મોટા પ્રશ્નો થશે. સ્ટેમ્પ વેન્ડરોને અત્યંત નજીવા કમિશન મળે છે. ત્યારે દરેકની માટે નવા નિયમો હેઠળ નોંધણી કરાવવી પણ શક્ય થશે નહીં. સ્ટેમ્પ વેન્ડર જો એક લાખની કીંમતના સ્ટેમ્પ વેચે તો તેને રૂ.1000 ડિસ્કાઉન્ટ પેટે મળે છે. તેથી સ્ટેમ્પ એક્ટના સેલ્સ રૂલ્સમાં કરવામાં આવેલા સુધારાઓને ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હેલ્મેટ ના પહેરવાના કિસ્સામાં આ રાજ્યની હાઈકોર્ટે સંભળાવ્યો મહત્ત્વનો ચુકાદો

રિટમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ઈ-સ્ટેમ્પિંગ માટે ઇન્ટરનેટની સુવિધા ફરજિયાત જોઇએ. જો ઇન્ટરનેટનું કનેક્શન ન હોય તો નાગરિકોને આ સેવા મળી શકે નહીં. એટલું જ નહીં વિવિધ આંદોલનો વખતે સરકાર દ્વારા ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવે છે તેવા સમયે પણ કફોડી પરિસ્થિતિ ઉભી થશે. રાજ્ય સરકારે આ રીતે કાયદામાં કરેલા સુધારા યંત્રવત છે અને સુધારા પહેલાં ગ્રાઉન્ડ રિયાલિટીની ચકાસણી પણ કરવામાં આવી નથી. નવા કાયદા મુદ્દે નાગરિકોમાં યોગ્ય જાગૃતિ પણ ફેલાવવામાં આવી નથી.  આમ, આજે ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં  આવી  હતી કે નિયમોમાં બદલાવ લાવી અને ફિઝિકલ સ્ટેમ્પ વેચવા પર સરકાર લગાવી ન શકાય. સાથે જ 1 ઓક્ટોબરથી રાજ્યભરમાં સ્ટેમ્પ અને ઈ-ચલણ લાગુ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેમાં અરજદાર દ્વારા માગણી કરવામાં આવી  છે કે, પૂરતા સેન્ટર્સ ઉભા ન થાય અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ફિઝિકલ સ્ટેમ માન્ય રાખવા જોઈએ.

READ  ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, પ્રથમવખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા ઠાકરે પરિવારના સભ્ય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments