સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમમાં થશે ફેરફાર? કેપ્ટન કોહલી આ ખેલાડીઓને આપી શકે છે તક

ભારતીય ટીમ સતત ત્રીજી વખત વિશ્વ કપના સેમીફાઈનલમાં પહોંચવા માટે સફળ રહી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા વિશ્વ કપ 2019માં ભારત પ્રથમ સેમીફાઈનલમાં આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ કહ્યું કે તે પૂરી તાકાતની સાથે મેદાન પર ઉતરશે.

આ મેચમાં ભારતીય ટીમમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે અને સૌથી મોટો ફેરફાર બોલિંગમાં જોવા મળી શકે છે. લીગ સ્ટેજની છેલ્લી મેચમાં શ્રીલંકાના બેટસમેનોએ ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારની ઓવરમાં ખુબ રન ફટકાર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મેચમાં ભૂવનેશ્વર કુમારે 10 ઓવરમાં 73 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ મેચમાં શરૂઆતની ઓવરમાં જ્યાં બુમરાહે 2 મેડન ઓવર કાઢી અને ત્રીજી ઓવરમાં વિકેટ પણ લીધી હતી. ત્યારે ભૂવીએ તેની 5 ઓવરમાં 35થી વધુ રન આપ્યા હતા.

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

આ મેચમાં ભૂવનેશ્વર કુમારને મોહમ્મદ શમીને જગ્યાએ લેવામાં આવ્યા હતા. જ્યારે શમી આગામી મેચોમાં સતત વિકેટ લઈ રહ્યા હતા. આ નિર્ણય પર કેપ્ટન કોહલીની લોકોએ ખુબ નિંદા કરી હતી. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કોહલી સેમીફાઈનલ મેચમાં ભૂવનેશ્વર કુમારની જગ્યાએ ફરી શમીને તક આપી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મોહમ્મદ શમી 4 મેચમાં 14 વિકેટ લઈ ચૂક્યા છે. તેમાં એક હેટ્રીક પણ સામેલ છે. ત્યારે ભૂવનેશ્વર કુમારે વિશ્વ કપમાં 5 મેચમાં 7 વિકેટ લીધી છે. શ્રીલંકા સામેની મેચમાં ભારતે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કર્યા હતા. આ મેચમાં જાડેજાએ 10 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે કેપ્ટન વિરાટ કોહલી માટે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજામાંથી કોઈ એકને પસંદ કરવા માટે મોટી સમસ્યા ઉભી થશે. કુલદીપે અત્યાર સુધી 7 મેચમાં માત્ર 6 વિકેટ લીધી છે. ત્યારે સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલે 7 મેચમાં 11 વિકેટ લીધી છે. ત્યારે ટીમમાં તેમની જગ્યા લગભગ નક્કી માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સે એક અનોખું ઓપરેશન કરી 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચાવ્યો, જુઓ VIDEO

ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની વાત કરવામાં આવે તો આ વિશ્વ કપમાં પંડયાએ બોલિંગ અને બેટિંગ બંનેમાં દમદાર પ્રદર્શન કર્યુ છે. 8 મેચમાં કુલ 9 વિકેટ લીધી છે. આ તમામ આંકડાને જોઈને બોલિંગમાં કેપ્ટન કોહલી મોટા ફેરફારની સાથે સેમીફાઈનલ મેચમાં ઉતરી શકે છે.

 

Haren Pandya murder case: 8 convicted by SC surrender in Special Court in Ahmedabad | Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સે એક અનોખું ઓપરેશન કરી 8 વર્ષના માસૂમ બાળકનો જીવ બચાવ્યો, જુઓ VIDEO

Read Next

ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

WhatsApp પર સમાચાર