1 લાખ કરોડથી વધારે રુપિયાના India Bulls Groupના કથિત કૌભાંડને લઈને સુબ્રમણ્યમ સ્વામીએ કરી તપાસની માગણી

1 લાખ કરોડથી વધારે રુપિયાના India Bulls Groupના કથિત ફ્રોડને લઈને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તપાસની માગણી કરી છે. તેમને સીબીઆઈ, ઈડી અને ઈન્કમ ટેક્ષ સહિત વિવિધ એજન્સીઓ પાસે તપાસ થાય તેવી માગણી પીએમ નરેન્દ્ર મોદી પાસે પણ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુબ્રમણ્યમ સ્વામીએ 14 વર્ષ જૂનાં મની લોન્ડરીંગ કેસને લઈને તપાસની માગણી કરી છે. જેમાં કોંગ્રેસના નેતાઓની સંડોવણી હોવાનો દાવો નામ સાથે સ્વામીએ કર્યો હતો. આ લેવડ-દેવડ નેશનલ હાઉસિંગ બેંક દ્વારા થઈ હોવાનું સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે.

READ  એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા માટે આવી રહ્યા છે મુકેશ અંબાણી, બનાવ્યો 1.6 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  આજે રાત્રે આકાશમાં સર્જાશે અદભુત અવકાશીય ઘટના, રંગબેરંગી થઈ જશે આકાશ

સ્વામીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જાહેર જનતાના એક લાખ કરોડથી વધારે રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ નેતા બીએસ હુડ્ડા અને પી. ચિદમ્બરમ પણ સામેલ છે. આ પૈસા એસ્ટેટ સેક્ટર, સ્ટોક માર્કેટસ, બેંક ક્ષેત્રે લગાવવામાં આવ્યા છે જેના લીધે જાહેર જનતાને નુકસાન થયું છે. યુપીના કાળમાં આ કૌભાંડ ઈન્ડિયા બુલ્સ અને નેશનલ હાઉસિંગ બેંક વચ્ચે મની લોન્ડરીંગ દ્રારા આચરવામાં આવ્યું છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

READ  નિત્યાનંદનો 'વેક્સિંગ' પાવર! મંજૂલા શ્રોફે કર્યો બાબાની ત્રીજી આંખની શક્તિઓથી વેક્સિંગ કરવાનો દાવો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

PM Modi's 9 baje 9 minute appeal turns into mini-Diwali | TV9News

FB Comments