ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત

આજે વિશ્વ કપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને ટકરાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિશ્વ કપ રમી રહી છે અને વિશ્વ કપમાં પણ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત રમી રહ્યાં છે.

ત્યારે માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે બંને દેશના દિગ્ગજોની પણ નજર છે. બંને ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન તેમની ટીમોને પોતાનો અનુભવ જણાવી રહ્યાં છે અને મેચ માટે સલાહ પણ આપી રહ્યાં છે. ત્યારે ક્રિકેટના ભગવાન મહાન બેટસમેન સચિન તેંડુલકર, સૌરવ ગાંગૂલી અને અનિલ કુંબલેએ પણ તેમની સલાહ આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

પાકિસ્તાનને સરળતાથી ન લો.

સૌરવ ગાંગૂલીએ કહ્યું કે ભારતને સાવધાન રહેવું પડશે, તેમને મેચ રમવા માટે એ વિચારીને ના જવુ કે તે જીતના દાવેદાર છે. મને લાગે છે કે તેમને 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને સરળતાથી લેવાની ભૂલ કરી હતી અને પાકિસ્તાને તેમને હરાવી દીધુ હતું. આ શાનદાર મુકાબલો થવાનો છે.

READ  પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર લાગશે પ્રતિબંધ? પાકિસ્તાનીઓ જાતે જ બન્યા પાક. ટીમના દુશ્મન, પાકિસ્તાનની ટીમમાં હાલત ખરાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

યોજનાની સાથે ઉતરો

સચિન તેંડુલકરે કહ્યું કે પાકિસ્તાનની ટીમ હંમેશાથી અણધારી ટીમ રહી છે અને તે એક ખતરનાક ટીમ છે. ત્યારે ભારતીય ટીમ તેમને સરળતાથી લેશે નહી. ભારતીય ટીમ જે પણ પગલું લેશે, તેના માટે પુરી યોજના અને તૈયારીની સાથે મેચ માટે જવુ પડશે.

READ  કોહલીનું કારનામું, ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

દબાણ ના લો

અનિલ કુંબલેએ કહ્યું કે બંને દેશ એક બીજાની વિરૂધ્ધ ખુબ ઓછુ રમે છે. તેથી આ મુકાબલો ખુબ રોચક હોય છે. ભારત-પાકિસ્તાનની મેચ હંમેશા સૌથી મોટો મુકાબલો હોય છે. ICC પણ જાણે છે, તેમને મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ કર્યુ અને 15 મિનટની અંદર તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી.

 

Top 9 Gujarat News Of The Day : 01-04-2020 | Tv9GujaratiNews

FB Comments