5 રાજ્યોના પ્રારંભિક રૂઝાનની અસર શેરબજાર પર, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખૂલ્યા

સવારે 8 વાગ્યાથી 5 રાજ્યોની ચૂંટણીના પ્રારંભિક રૂઝાનની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટ ખૂલતા જ લાલ નિશાન જોવા મળ્યાં. જ્યારે સવારે 9.33 કલાકે સેન્સેક્સ કડાકા સાથે 501.91 તેમજ નિફ્ટી 146.2 સાથે તૂટ્યું.

સેન્સેક્સ 501.91

નિફ્ટી 146.2

—-

એગ્ઝિટ પોલના પરિણામોથી શેરબજારમાં ગભરામણ! જાણકારોનું કહેવું છે કે રોકાણકારો વ્યવસ્થામાં થતાં બદલાવોને સરળતાથી સ્વીકારી નથી શકતા. તો બીજી બાજુ હુવાવેની CFOની ધરપકડનાકારણે ચીન-અમેરિકા વચ્ચે વધી રહેલા ટેન્શનની અસર પણ રોકાણકારો પર દેખાઈ રહી છે. 

સોમવારે શેરબજારમાં હાહાકાર મચી ગયો. સેન્સેક્સ 468.59 અંક એટલે કે 1.31% તેમજ નિફ્ટી 185 અંક એટલે કે 1.73%  જેટલા નબળા પડ્યા અને જોતજોતામાં જ આ કડાકો વધતો ચાલ્યો ગયો. સવારે 9.48 કલાક સુધી સેન્સેક્સના તમામ 31 તેમજ નિફ્ટીના તમામ 50 શેર લાલ નિશાનમાં જતા રહ્યાં. હાલત એવી થઈ કે 10.38 કલાક સુધી શેર બજારમાં એવી હાલત થઈ કે સેન્સેક્સ 609.58 અંક (1.71%) તૂટીને 35,063.67 તેમજ નિફ્ટી 187.50 અંક (1.75%)ના કડાકા સાથે 10,506.20 પર આવી ગયું. આખરે, સવાલ એ થાય કે શેરબજારમાં આટલો મોટો કડાકો આવવાનું કારણ શું છે. તો આવો જાણી, શેરબજારમાં મચેલા હાહાકારના પાંચ મુખ્ય કારણ…

READ  ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો એવો ધડાકો કે હજારો INDIAN EXPORTERSને પોતાનો 5.6 બિલિયન ડૉલરનો માલ અમેરિકામાં વેચવામાં પરસેવા છૂટી જશે !

એગ્ઝિટ પોલમાં બીજેપીમાં ઝટકો

શુક્રવારે આવેલા એગ્ઝિટ પોલમાં કહેવાયું કે  રાજસ્થાનમાં બીજેપીના હાથમાંથી સત્તા જઈ શકે છે અને મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢમાં કોંગ્રેસ સાથે ભાજપનો રસાકસીનો જંગ છે. આ ત્રણેયની સાથે તેલંગાણા અને મિઝોરમમાં થયેલી ચૂંટણીના વોટની ગણતરી મંગળવારે થશે. આ પરિણામોને લોકસભા ચૂંટણી પહેલાનું સેમી ફાઈનલ માનવામાં આવી રહ્યું છે.

તેલ ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત

કાચા તેલની નિકાસ કરતા 14 મોટા દેશોના સમૂહ ઓપેક અને 10 અન્ય તેલ ઉત્પાદક દેશોએ કાચા તેલની ઘટતી કિંમતોને રોકવાના આશયથી તેલ ઉત્પાદનમાં પ્રતિદિન 1.2 મિલિયન બેરલનો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. 6 ડિસેમ્બરન મહાબેઠકમાં લેવાયેલા આ નિર્ણયને મોદી સરકારને 2019ના લોકસભા ચૂંટણી સમયે લાગેલા મોટો ઝટકા તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકાર સામે આ સમસ્યાનું નિવારણ લાવવાનો સૌથી મોટો પડકાર છે. ભારત, દુનિયામાં ત્રીજા નંબરે તેલની આયાત કરતો દેશ છે જે પોતાની જરૂરિયાતનું 80% તેલ આયાત કરે છે.

READ  ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે નામ લીધા વિના અલ્પેશ ઠાકોર પર કર્યો આડકતરો પ્રહાર!

હુવાવે CFOની ધરપકડ

ચીની સ્માર્ટ ફોન કંપની હુવાવેની સંસ્થાપકની દીકરી અને કંપનીના સીએફઓ મેન વાંગઝૂની કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે. અને અમેરિકામાં તેના પ્રત્યાર્પણના પ્રયાસોથી ચીન સાથેની ટ્રેડ વૉર વધવાની આશંકાઓ જોવાઈ રહી છે.

અમેરિકાનો નબળો જૉબ ડેટા

ચીનની સાથે ટ્રેડ ટેન્શન વધવાથી તેમજ શુક્રવારે નબળા જૉબ િપોર્ટ બાદ અમેરિકી શેર બજારમાં પણ કડાકો આવ્યો હતો. શુક્રવારે અમેરિકામાં નવેમ્બર મહિનાનો જૉબ ડેટા જાહેર કરવામાં આવ્યો જે અનુમાન કરતા ઘણો નબળો રહ્યો છે. એ ઉપરાંત, આ દરમિયાન મજૂરીમાં વૃદ્ધિનું અનુમાન પણ ઓછું રહ્યું. સોમવારે યૂરો અને યેનના મુકાલે ડૉલર અડધા ટકા જેટલું તૂટ્યું.

કૃષિ ક્ષેત્રનું સંકટ

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી નોમુરાનું કહેવું છે કે જો મંગળવારે રાજ્ય વિધાનસભાઓના આવનારા પરિણામોનાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું તો તેનો અર્થ એ થશે કે કૃષિ ક્ષેત્ર ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ પાંચ રાજ્યોમાંથી 3 રાજ્યોમાં મોટાભાગના લોકો કૃષિ પર નિર્ભર છે. નોમુરાએ એમ પણ કહ્યું કે ભાજપની હારથી વિપક્ષી દળો વચ્ચે લોકસભા ચૂંટણી માટેના ગઢબંધનના પ્રયાસો તેજીમાં આવી શકે છે. તો બીજી બાજુ, ફોરન પોર્ટફોલિયો રોકાણકારોએ ડિસેમ્બર મહિનાના પાંચ સેશનમાં અત્યાર સુધી 1 હજાર કરોડ રૂપિયા કાઢ્યા છે. કેટલાંક એક્સપર્ટ્સનું કહેવું છે કે ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટની ભારતીય શેર બજાર પર એગ્ઝિટ પોલના મુકાબલે ઘણી વધારે અસર પડશે.

READ  વડાપ્રધાન મોદીના નિવેદન દરમિયાન શેર બજારમાં થઈ મોટી ચહલ પહલ

[yop_poll id=180]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments