કોરોના વાયરસ: શેરબજારમાં કડાકો યથાવત, સેન્સેક્સમાં ફરી ઘટાડો

Sensex opens at 27,099.32, down by 1770.19 points corona virus share market ma kadako yathavat sensex ma fari ghatado

કોરોના વાયરસના કારણે ભારતીય શેરબજાર માટે ગુરૂવારનો દિવસ પણ ખરાબ સાબિત થતો જોવા મળી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેકસમાં 1,600 પોઈન્ટનો કડાકો આવ્યો, ત્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. થોડા સમયમાં જ સેન્સેક્સમાં ઘટાડો 2,000 પોઈન્ટ સુધી પહોંચી ગયો. ત્યારે નિફ્ટીમાં ઘટાડાની વાત કરીએ તો તે 575 પોઈન્ટના ઘટાડાની સાથે 7,890 પર પહોંચી ગયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: કોરોનાનું સંકટ.. બાળકોને અભિનંદન..! બાળકોએ ગલ્લાની બચત લોકોને મદદ કરવા આપી

 

કારોબારના શરૂઆતમાં બીએસઈ ઈન્ડેક્સ પર તમામ શેર રેડ ઝોનમાં હતા. આ દરમિયાન બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને એચસીએલ સૌથી વધારે નુકસાનમાં હતા. ત્યારે આ દરમિયાન સૌથી ઓછા નુકસાનવાળા શેરમાં પાવરગ્રિડ, સનફાર્મા, એનટીપીસી અને ઈન્ફોસિસ રહ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે કારોબાર દરમિયાન શેરબજારમાં મોટા ઘટાડાના કારણે લોઅર સર્કિટ લાગી ગઈ હતી. આ સ્થિતીમાં સવારે 45 મિનિટ માટે કારોબારને અટકાવવામાં આવ્યો હતો. લોઅર સર્કિટ ત્યારે લાગે છે, જ્યારે શેરબજારમાં અણર્ધાયો ઘટાડો થાય છે. આ પહેલા 2008માં આર્થિક મંદી દરમિયાન શેરબજાર લોઅર સર્કિટ ઝોનમાં ગયું હતું.

READ 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: શ્રીનગરમાં પ્રથમ કેસ પોઝિટિવ, માતા વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી

 

Oops, something went wrong.
FB Comments