શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 156 લોકોના મોત, 250થી વધારે લોકો ઘાયલ

શ્રીલંકામાં ચર્ચ અને હોટલોમાં લગભગ એક સાથે થયેલા વિસ્ફોટમાં લગભગ 129 લોકોના મોત થયા છે અને 400થી વધારે લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ આપેલી જાણકારી પ્રમાણે શ્રીલંકાના ઈતિહાસમાં આ સૌથી ભયાનક હુમલોમાંથી એક છે. આ વિસ્ફોટ ઈસ્ટર પ્રાર્થના સભા દરમિયાન કોલંબોના સેન્ટ એન્થની, નેગેમ્બોના સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોવાના એક ચર્ચમાં થયો હતો.

 

READ  હવે અરબપતિ નથી રહ્યા અનિલ અંબાણી! સંપતિમાં થયો આટલો મોટો ઘટાડો

ત્યારે અન્ય વિસ્ફોટ ફાઈવ સ્ટાર હોટલો શંગરીલ, ધ સિનામોન ગ્રાન્ડ અને ધ કિંગ્સબરીમાં થયો. હોટલમાં થયેલા વિસ્ફોટમાં ઘાયલ વિદેશી અને સ્થાનીક લોકોને કોલંબોની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે.

ભારતીય નાગરિકને કોઈ પણ પ્રકારની મદદ અને જરૂરીયાત માટે 94777903082 , 94112422788 અને 94112422789 નંબર પર ફોન કરી શકે છે. શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું કે કોલંબોમાં ભારતીય રાજદુતના સતત સંપર્કમાં છુ. અમે સ્થિતી પર પૂરી રીતે નજર રાખી રહ્યાં છે.

READ  વડાપ્રધાન મોદીએ બ્લોગના માધ્યમથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા પર તાક્યું નિશાન, વંશને બચાવવા માટે કોંગ્રેસ કોઈ પણ હદ સુધી જઇ શકે છે

આ હુમલામાં 156 લોકોના મોતની ખબર સામે આવી છે. કોલંબોમાં 42, નેગેમ્બોમાં 60 અને બાટિકાલોઆમાં 27 લોકોના મોત થયા છે. કોલંબો નેશનલ હોસ્પિટલના પ્રવક્તા ડૉકટર સમિંદી સમરાકુને જણાવ્યું કે 300થી વધારે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

 

Oops, something went wrong.
FB Comments