લોકસભામાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીના સમર્થનમાં એક પછી એક 140 રાજીનામા

લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં ઘમાસણ ચાલુ છે. એક તરફ રાહુલ ગાંધી પોતાના રાજીનામાને લઈ અડગ છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધીના રાજીનામાને અસ્વીકાર કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સમર્થનમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે. જેમાં ખેડૂત આગેવાન નાના પટોલે સહિત રાજસ્થાન પ્રભારી સચિવ તરૂણ કુમારે પણ રાજીનામું આપી દીધુ છે. ઉત્તર પ્રદેશમાં પણ રાહુલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓએ રાજીનામું ધરી દીધુ છે.

READ  લોકસભા-2019ની ચૂંટણીની જાણો 10 રોચક વાતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ World Cup 2019: વિરાટ કોહલીને ચેલેન્જ આપતા આ ખેલાડીએ કહ્યું કે, વિકેટ તો હું જ લઈશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજી તરફ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે લોકસભાના પરિણામ સ્પષ્ટ થતાની સાથે રાજીનામું ધરી દીધુ હતું. તો ગત શુક્રવારે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં 280 કમિટીને ભંગ કરી દીધી છે. આટલુ જ નહીં પણ રાહુલના સમર્થનમાં અનેક રાજ્યોમાંથી જુદા-જુદા પદ પરથી 140 લોકોએ રાજીનામું ધરી દીધા છે.

READ  VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments