સમગ્ર ભારત ગરમીની ચપેટમાં, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પારો 45 ડિગ્રીને પાર

ભારતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને તેના લીધે મોત થવાના પણ સમાચાર મળી રહ્યાં છે. એવું નથી કે અમુક ભાગોમાં જ ગરમી છે પણ હવે ગરમીની અસર આખા ભારતમાં વર્તાવા લાગી છે.

દેશભરના મોટાભાગના હિટવેવની લહેર છે અને તેના લીધે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. એક આંકડા મુજબ હિટવેવના લીધે ભારતમાં ગરમીના લીધે 30 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં જોવા જઈએ તો તેલગાંણામાં ગરમીના લીધે 17 લોકોના મોત થયા છે તો મહારાષ્ટ્રમાં 8, આંધ્રપ્રદેશમાં 3 લોકોના મોતની ખબર આવી રહી છે.

READ  શ્રમિકો માટે સરકાર વાહનની વ્યવસ્થા નહીં કરે, પગપાળા જશો તો કરાશે અટકાયત

 

 

ભારતમાં સૌથી વધારે તાપમાનની વાત કરીએ તો રાજસ્થાનનું ગંગાનગર પ્રથમ ક્રમે છે. જ્યાં 49.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. મોસમ વિભાગે પણ દિલ્હીમાં રેડ કલર વોર્નિંગ જાહેર કરી છે. 3 દિવસ સુધી કોઈપણ ગરમીથી રાહત મળે તેવું લાગી રહ્યું નથી. દેશભરમાં લૂ અને ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હિટવેવની સૌથી વધારે અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે.

READ  દેશની આઝાદી પછી પહેલી વખત ચૂંટણીમાં ફરજ બજાવતાં અર્ધસૈનિક જવાનોની કાળજી લેવામાં આવી, હવે સમયસર આપવામાં આવશે ભોજન

તેલગાંણામાં સૌથી વધારે મોત હિટવેવના લીધે થઈ છે. 23 દિવસોમાં 17 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 2015માં લૂ લાગવાના કારણે 1369 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 2015ના વર્ષમાં તેલગાંણાની વાત કરીએ તો 541 લોકોના મોત લૂ અને ગરમીના લીધે નીપજ્યા હતા. ભારતમાં સૌથી વધારે તાપમાન રાજસ્થાનના ગંગાનગરમાં 49.6 ડિગ્રી છે તો તેના પછી ઈલાહાબાદમાં તાપમાન 48.6 ડિગ્રી નોંધાયું છે.

READ  જાણો શહીદ ભગતસિંહના એ 10 વિચારો જે આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ જેવા ઠંડા અને પહાડી વિસ્તારો પણ આ ગરમીના પ્રકોપથી બાકાત નથી. ત્યાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે. દેહરાદૂનમાં 40 ડિગ્રી જ્યારે હિમાચલના ઉનામાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

Top 9 Gujarat News Of The Day : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments