ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM INDIA માટે શું મહત્વનું છે ? WORLD CUPમાં 2 પૉઇંટ ગુમાવવા કે દેશનું ગૌરવ ?

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)એ આતંકવાદ પેદા કરનાર દેશો સાથે સંબંધ તોડવાના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો આગ્રહ ફગાવી દીધો છે.

 

બીસીસીઆઈના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આઈસીસીએ કહ્યું કે આ પ્રકારના કિસ્સાઓમાં આઈસીસીની કોઈ ભૂમિકા નથી.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ બીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખીને વૈશ્વિક સંસ્થા તથા તેના સભ્ય દેશોને આતંકીઓને આશ્રય આપતા દેશો સાથે સંબંધો તોડી નાખવાની અપીલ કરી હતી.

આ સાથે જ હવે WORLD CUP 2019માં ભારતે ભાગ લેવો કે નહીં, ભાગ લેવો તો પાકિસ્તાન સાથે 16 જૂને યોજાનારી લીગ મૅચ રમવી કે નહીં, તે અંગેનો આખો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના હાથમાં આવી ગયો છે, કારણ કે બીસીસીઆઈ પહેલા જ કહી ચુકી છે કે ખેલ મંત્રાલય અને સરકાર જે નિર્ણય કરશે, તે બીસીસીઆઈ અને ટીમ ઇન્ડિયાને માન્ય રહેશે. કૅપ્ટન વિરાટ કોહલીએ પણ આવું જ કહ્યુ હતું. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકાર ટીમ ઇન્ડિયા માટે શું મહત્વનું ગણે છે ? વર્લ્ડ કપમાં 2 પૉઇંટ ગુમાવવું કે દેશનું ગૌરવ ?

READ  મહેબૂબા મુફ્તીની ભાજપને ખુલ્લી ધમકી, ‘આર્ટિકલ 370 અને 35A હટશે તો સળગી ઉઠશે દેશ’

બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું, ‘આવી કોઈ શક્યતા નથી કે આ પ્રકારની વસ્તુ થાત. આઈસીસી ચૅરમૅને સ્પષ્ટ કરી દીધું કે કોઈ દેશને બહિષ્કૃત કરવાનો નિર્ણય સરકારના સ્તરે કરવામાં આવવો જોઇએ અને આઈસીસીનો આવો કોઈ નિયમ નથી. બીસીસીઆઈને પણ આ વાત ખબર હતી, પરંતુ આમ છતાં તેણે પ્રયત્ન કરીને જોયો.’

બીસીસીઆઈના પત્રમાં પાકિસ્તાનનો સંદર્ભ નહોતો કે જેના પર ભારતે આતંકીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દો શનિવારે ચૅરમૅન શશાંક મનોહરની અધ્યક્ષતામાં યોજાયેલી આઈસીસીની બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો, પણ બીસીસીઆઈના આ મુદ્દાને બહુ મહત્વ કે સમય ન અપાયો. આ બેઠકમાં બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી કરી રહ્યા હતાં.

READ  આ નેતાઓને શપથવિધિમાં રાષ્ટ્રપતિએ રોકવા પડ્યા, કહ્યું પહેલાં 'મે' બોલો અને પછી તમારું નામ!

બીસીસીઆઈ અધિકારીએ જણાવ્યું, ‘સભ્ય દેશોના એટલા બધા ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમે છે અને તેઓ આ પ્રકારના આગ્રહને ક્યારેય મહત્વ નથી આપતા, હા સુરક્ષા ચિંતાની વાત હતી અને આ બાબતને પુરતું મહત્વ અપાયું.’

Oops, something went wrong.
FB Comments