આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર એક મહિલાને અપાનારી છે ફાંસી, ઉંમર છે માત્ર 35 વર્ષ, એવો કયો ગુનો કર્યો કે કોર્ટે આપવો પડ્યો ફાંસીનો ઑર્ડર, વાંચો આખી ખબર

આઝાદ ભારતમાં અત્યાર સુધી 59 લોકોને ચઢાવાયા ફાંસીએ, તેમાં એક પણ મહિલા નહોતી, આ મહિલા બની શકે ફાંસી પામનાર દેશની પ્રથમ મહિલા !

7 વ્યક્તિઓની હત્યાની ગુનેગાર શબનમ અને તેનો આશિક સલીમ
7 વ્યક્તિઓની હત્યાની ગુનેગાર શબનમ અને તેનો આશિક સલીમ

આઝાદ ભારતના ઇતિહાસમાં કુલ 59 લોકોને ફાંસીએ ચઢાવવામાં આવ્યા છે. આ તમામ ગુનેગારો પુરુષો હતા. તેમાં મહિલા ગુનેગાર એક પણ નહોતી.

આઝાદી મળ્યા બાદ દેશમાં સૌપ્રથમ ફાંસીની સજા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને સંભળાવવામાં આવી. ફાંસીએ ચઢનાર નાથૂરામ ગોડસે ભારતનો પ્રથમ ગુનેગાર બન્યો હતો, જ્યારે છેલ્લે અજમલ કસાબને ફાંસીએ ચઢાવવામાં આવ્યો કે જે 59મો ગુનેગાર હતો.

આ પણ વાંચો : ‘હિટમૅન’ અને ‘ગબ્બર’ની મૅચ વિનિંગ ઇનિંગે આ ભારતીય દિગ્ગજ ઓપનિંગ જોડીનો પણ તોડ્યો રેકૉર્ડ

હવે મૂળ વાત પર આવીએ. દેશમાં આજ સુધી કોઈ મહિલા ગુનેગારને ફાંસી નથી થઈ, પણ ઉત્તર પ્રદેશની શબનમ ફાંસીએ લટકનાર પ્રથમ મહિલા ગુનેગાર બની શકે છે.

ઉત્તર પ્રદેશના અમરોહા ખાતેના બાવનખેડી ગામના લોકો હવે પોતાની દીકરીઓના નામ શબનમ નથી રાખતા, કારણ કે આ ગામમાં શબનમ નામની મહિલાએ 10 વર્ષ પહેલા પોતાના પરિવારના સાત લોકોને મોતને ઘાટ ઉતારી દિધી હતી.

આ પણ વાંચો : વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

પરિવારની હત્યા કર્યા બાદ શબનમ પોતાના પ્રેમી સાથે ભાગી છૂટી હતી. પોલીસે બંનેને શોધી કાઢ્યા. ઘર છોડતા પહેલા જ શબનમે પોતાના પરિવારના 7 લોકોની ગળુ કાપી હત્યા કરી હતી.

આ પણ વાંચો : SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

અમરોહાની અદાલતે શબનમને મોતની સજા સંભળાવી હતી. ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ શબનમની ફાંસીની સજા અકબંધ રાખી.

શબનમે પોતાની ફાંસીની સજાને માફ કરવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ પણ શબનમની ફાંસીની સજાને માફ કરવાનો ઇનકાર કરી દિધો. શબનમે ફરીથી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી છે પુનર્વિચાર અરજી. તેના પર ચુકાદો ચાલુ મહિને જ આવવાનો છે.

જો સુપ્રીમ કોર્ટ ફાંસીની સજાનો ચુકાદો બરકરાર રાખશે, તો શબનમ પહેલી મહિલા ગુનેગાર બનશે કે જેને ફાંસીએ ચઢાવવામાં આવશે.

[yop_poll id=827]

Ahmedabad: Fight between 2 youths over old rivalry in Ramol, 1 dead- Tv9

 

FB Comments

TV9 Web Desk7

Read Previous

પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, બાળકોની ભીડમાં ઘુસી ગયું બાઇક : Videoમાં જુઓ પછી શું થયું ?

Read Next

ગુજરાતની એક મહિલાએ સુરતની તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં કર્યું એવું કામ જે સામાન્ય રીતે ફક્ત સેનાના જવાનો કરી શકે છે, ગર્વ કરો ગુજરાતી છો.

WhatsApp chat