ભાજપને આ 4 રાજયોમાં બનાવવા પડશે નવા અધ્યક્ષ, જાણો કેમ

અમિત શાહની જગ્યાએ નવા ભાજપ અધ્યક્ષથી જોડાયેલી અટકળો તો ચાલી રહી છે પણ લોકસભા ચૂંટણી પછી પાર્ટીમાં ઘણા એવા પદ પણ ખાલી થઈ ગયા છે. 4 પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી બની ગયા છે. ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં ઘણાં મંત્રી અને ધારાસભ્ય ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બની ચૂક્યા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, તેલંગાણા અને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ હવે સાંસદ બની ગયા છે અને તેમને મોદી સરકારમાં મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા છે. ભાજપમાં ‘એક વ્યક્તિ એક પદ’ના સિદ્ધાંત હેઠળ તે બંને પદ પર નથી રહી શકતા. પાર્ટી ધારાસભ્ય અને સાંસદોને સંગઠનમાં પદ પર રાખે છે.

 

READ  સુરત: અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટા, નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી

ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેને સ્કિલ ડેવલોપમેન્ટ મિનિસ્ટ્રી આપીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી સરકારમાં પહેલા પાંડેને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવા પર માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રીનું પદ છોડવુ પડ્યુ હતુ.

આ પણ વાંચો: આઝમ ખાન આપી શકે છે લોકસભામાંથી રાજીનામું, ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું આ કારણ

બિહાર ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણા ભાજપ અધ્યક્ષ કિશન રેડ્ડીને પણ ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યાં પણ ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવા પડશે.

READ  'કન્ફ્યુઝ' અલ્પેશે આખરે કોંગ્રેસથી છેડો ફાડ્યો, બાવાના બેય બગડ્યા જેવી સ્થિતિ સર્જાઈ!

 

Oops, something went wrong.
FB Comments