શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન ફગાવ્યા

Shahalamma police par patharmaro karvana case ma umarkhan pathan na jamin namanjur

અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો કરવાના કેસમાં આરોપી ઉમરખાન પઠાણના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે. કોંગ્રેસના માયનોરિટી સેલના સેક્રેટરી ઉમરખાન પઠાણે કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. આરોપી ઉમરખાને લખનઉનો વીડિયો શાહઆલમનો હોવાનું દર્શાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારબાદ શાહઆલમમાં પણ હિંસા થઈ હતી. આ સમગ્ર કેસને લઈને આરોપી ઉમરખાને જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે જામીન ફગાવતા ઉમરખાનને સેન્ટ્રલ જેલ મોકલાશે.

READ  ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 778 નવા પોઝિટિવ કેસ

આ પણ વાંચોઃ CAAના વિરોધમાં શાહઆલમ હિંસાના મુદ્દે AMCની સામાન્ય સભામાં હોબાળો, હાય હાયના લાગ્યા નારા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments