રાહુલ ગાંધીની સામે પ્રવક્તા શકીલ અહેમદે કર્યો બળવો, પ્રવક્તા પદેથી આપ્યુ રાજીનામુ, પાર્ટીની વિરોધમાં જઈને મધુબનીથી લડશે ચૂંટણી

શકીલ અહેમદે પાર્ટીના પ્રવક્તા પદેથી રાજીનામુ આપી દીધુ છે. શકીલ અહેમદ બિહારની મધુબનીથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે.

કોંગ્રેસ નેતા શકીલ અહેમદે પાર્ટીના પ્રવક્તા પદથી રાજીનામુ આપ્યુ છે. શકીલ અહેમદ બિહારના મધુબનીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. શકીલ અહેમદે ટ્વિટ કરી આ વાતની જાહેરાત કરી, “મે મધુબની સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવવાનુ નક્કી કર્યું છે. હું રાજીનામું પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી રહ્યું છે.” શકીલ અહેમદનુ આ પગલુ બિહારમાં મહાગઠબંધનની મુશ્કેલી વધારી શકે છે. મધુબની સીટ વિકાસશીલ ઈંસાન પાર્ટીને ગઠબંધનમાં ફાળવવામાં આવી છે.

શકીલ અહેમદે વધુમાં કહ્યું કે, મે આગ્રહ કર્યો છે કે જે રીતે ચતરા સીટ પર આપણા ઉમેદવારની સામે RJD એ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે, તેમ મધુબનીમાં મને કોંગ્રેસ પાર્ટીના નામે ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવે.

 

શકીલ અહેમદ 1998 અને 2004માં મધુબની સીટ પર લોકસભાના ચૂંટણી જીત્યા હતાં. ઉપરાંત 1985, 1990 અને 2000 માં ધારાસભ્ય તરીકે જીત મેળવી છે.

Dhoraji MLA Lalit Vasoya begins sowing seed peanuts Rajkot |Tv9GujaratiNews

FB Comments

jignesh.k.patel

Read Previous

‘ચંપલ માર’ સાંસદને ભાજપનો ઝટકો, સંત કબીરનગરથી કાપી લોકસભાની ટિકીટ

Read Next

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી આપવા બાબતે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

WhatsApp પર સમાચાર