મહારાષ્ટ્રમાં મહાખેલ: 1978માં મુખ્યપ્રધાન પદ માટે શરદ પવારે પણ ભત્રીજાની જેમ તોડી હતી પાર્ટી

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાની વાતચીતની વચ્ચે ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે.

Image result for ajit pawar and sharad pawar

અજીત પવાર એ વ્યક્તિ છે, જેમના સમર્થન પછી ફડણવીસે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. અજીત પવારને ઘણા લોકો મહારાષ્ટ્રમાં NCPના સૌથી મોટા નેતા માને છે. અજીત પવારે એ જ રસ્તો અપનાવ્યો છે, જે તેમના કાકા શરદ પવારે 1978માં અપનાવ્યો હતો. તે સમયે તેમની પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને શરદ પવાર જનસંઘના સમર્થનથી પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા હતા. હવે અજીત પવાર NCPના ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: પુણાગામમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના મોત

1977ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી, જનતા પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ. હારની જવાબદારી લઈને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન શંકરરાવ ચૌહાણે રાજીનામું આપ્યું હતું. તેમની જગ્યાએ વસંતદાદા પાટિલ મુખ્યપ્રધાન બન્યા. ત્યારબાદ કોંગ્રેસ 2 ભાગમાં થઈ ગઈ, બંને ભાગે વિધાનસભા ચૂંટણી અલગ અલગ લડી. આ ચૂંટણીમાં જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની પણ તેમની પાસે બહુમતી નહતી. આ સ્થિતીમાં કોંગ્રેસના બંને ભાગોએ અંદરોઅંદર કરાર કરીને સરકાર બનાવી લીધી. આ સરકારમાં શરદ પવાર ઉદ્યોગ અને શ્રમમંત્રી હતા.

READ  VIDEO: અડગ મન અને અથાગ પરિશ્રમના પરિણામરૂપે ગુજરાત અને દેશનું નામ રોશન કરનારા માનસી જોષી સાથે ખાસ વાતચીત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જુલાઈ 1978માં શરદ પવારે તેમની પાર્ટી છોડી દીધી. તે દરમિયાન તે ઘણા ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યા. જનતા પાર્ટીએ તેમને સરકાર બનાવવા માટે સમર્થન આપી દીધું. આ પ્રકારે પ્રથમવાર તે 1978માં માત્ર 38 વર્ષની ઉંમરમાં મુખ્યપ્રધાન બનવામાં સફળ રહ્યા. 1980માં જ્યારે દેશમાં ઈન્દિરા ગાંધીની સરકાર બની. તેમને શરદ પવારની સરકારને બરખાસ્ત કરી દીધી અને આગામી ચૂંટણીમાં કોંગ્રસે પાર્ટીને બહુમતી મળી. કોંગ્રેસ તરફથી એ.આર.અંતુલેને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક, કર્યા પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના અંતિમ દર્શન, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments