મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરવા માટે NCPએ રાખી હતી આ 2 શરત, PM મોદીએ કર્યો હતો ઈનકારઃ સૂત્ર

sharad-pawar-put-two-conditions-before-bjp-to-support-in-maharashtra

ભાજપ અને NCPના ચીફ શરદ પવારની બે શરત માનવાથી ફડણવીસની સરકાર બચાવી શક્યા હોત. સૂત્રો પ્રમાણે ભાજપને સમર્થન આપવા માટે NCPએ બે શરત રાખી હતી. પહેલી શરત એવી હતી કે, શરદ પવારના દિકરી અને સાંસદ સુપ્રીયા સુલેને કૃષિ વિભાગ અને દેવેન્દ્ર ફડણવીસના સ્થાને અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જ્યારે આ વાત PM મોદી સમક્ષ આવી તો, તેમણે શરતને માનવાની મનાઈ કરી દીધી હતી.

READ  કૉંગ્રેસે મૌન તોડ્યું અને PM નરેન્દ્ર મોદીની સંવેદનશીલતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો, ‘શું દુનિયામાં આવા કોઈ PM છે ?’

 આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરના નિર્ણય પછી આરે કોલોનીમાં મેટ્રોનું કાર્ય બંધ કરાયું

ભાજપના સૂત્રો પ્રમાણે એક બીજી વાત પણ સામે આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓને લાગ્યું કે, જો મહારાષ્ટ્રમાં સમર્થન માટે NCPને કૃષિ વિભાગ આપવામાં આવશે તો, બિહારમાં ભાજપની સહયોગી પાર્ટી જેડીયુને રેલ મંત્રાલય આપવાની માગણી થઈ શકે છે. અને ભાજપ માટે ધર્મસંકટ ઉભું થઈ શકે છે. ભાજપ પાસે કેન્દ્રમાં પ્રચંડ બહુમત હોવા છતાં 2 મોટા વિભાગ હાથમાંથી નિકળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

ફડણવીસને હટાવવા નથી માગતી ભાજપ

સૂત્રોએ શરદ પવારની બીજી શરત વિશે જણાવ્યું કે, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ પર દાગ લાગ્યા વગર સરકાર 5 વર્ષ સુધી ચાલી હતી. સાથે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને જ ચહેરો બનાવીને પ્રચાર કરાયો હતો. 24 ઓક્ટોબરના દિવસે પરિણામ બાદ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કરતા સમયે પ્રધાનમંત્રીએ ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનાવવાની ઘોષણા કરી હતી. આટલી જાહેરાતો પછી કોઈ અન્ય નેતાને મુખ્યમંત્રી બનાવવું ભાજપ માટે મુશ્કેલ હતું.

READ  NCP ગુજરાતમાં હવે શંકરસિંહ વાઘેલાના સહારે તો શંકરસિંહ વાઘેલા તંત્ર-મંત્રના સહારે, જાણો બાપુએ કેમ કહ્યું કે તેઓ ચૂંટણી નહીં લડે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments