એગ્ઝિટ પોલ આવ્યા, શેરબજારમાં દિવાળી લાવ્યાઃ છેલ્લા 10 વર્ષમાં સેન્સક્સમાં આટલો મોટો ઉછાળો અને ડોલર સામે રૂપિયો મજબૂત

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સી દ્વારા એગ્ઝિટ પોલ રજૂ કરી દેવાયા છે.  મોટાભાગના એગ્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી જોવા મળી. જેની સીધી અસર શેરબજાર પર પડી ચૂકી છે. એગ્ઝિટ પોલના અંદાજાને શેરબજારે વધાવી લીધા છે. સેન્સેક્સમાં છેલ્લા 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો આ પહેલા 18મે  2009મા 2100 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

 

એગ્ઝિટ પોલના પરિણામોની અસરો આજે એટલે 20 મેના દિવસે સવારે શેરબજાર ખુલતાની સાથે જ જોવા મળ્યો હતો. શરૂઆતમાં સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો. જે બાદ માર્કેટ બંધ થવા સુધીમાં BSE સેન્સેક્સમાં 1421 અને NSE નિફ્ટીમાં 421 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો.

 

 

સેન્સેક્સ 1421 પોઇન્ટ એટલે કે 3.75% ના વધારા સાથે 39,353 અંક પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 421 પોઈન્ટ એટલે કે 3.69% નો વધારા સાથે 11,828 અંક પર બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્ષમાં પણ 3.5%નો વધારો થયો છે.

આ પણ વાંચો: એગ્ઝિટ પોલ મુજબ ભાજપ ફરી આવશે સત્તામાં છતા પણ UPના CM યોગીએ છીનવી તેના જ મંત્રીની ખુરશી

આ ઉપરાંત ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી છે. ડોલર સામે રૂપિયો 61 પૈસા વધીને 69.61ની સપાટીએ પહોંચી ગયો છે. રોકાણકારોને માત્ર 60 સેકન્ડમાં 3 લાખ કરોડ રૂપિયા મળ્યા. રિયલ્ટી, એનર્જી, પાવર, કેપિટલ ગૂડ્ઝ, બેન્ક, ઓટો શેર્સમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.

NDRF teams put on standby following very heavy rainfall predication for today in Banaskantha

FB Comments

TV9 Webdesk13

Read Previous

એગ્ઝિટ પોલ બાદ PM મોદી અને મોહન ભાગવત વચ્ચેની આ મુલાકાત જાણો શા માટે મહત્વની બનશે, RSSમાં હલચલ શરૂ

Read Next

WhatsAppથી પણ વધારે ફિચર્સ આ એપ્લિકેશનમાં તમને મળશે, સાથે સુરક્ષાની પણ કોઈ ચિંતા નહીં રહે, જાણો અને તમે જ નક્કી કરો

WhatsApp પર સમાચાર