મોદી સરકાર બન્યા પછી શેર બજારમાં તેજી, સેન્સેક્સ બીજી વાર 40 હજારને પાર

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી સત્તામાં ફરી વખત આવ્યા પછી વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન પદ માટે શપથ લીધા. મોદી સરકાર ફરી વાર બન્યા પછી આજે શેર બજારમાં ધમાકેદાર તેજી આવી છે. માર્કેટ બંધ થવાના છેલ્લા દિવસે શેર બજાર તેજીની સાથે ખુલ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  VIDEO: શેરબજારમાં તેજીનો તોખાર યથાવત, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો

BSEનો સેન્સેક્સ 237.12 પોઈન્ટ વધવાની સાથે 40069.09એ ખુલ્યો. ત્યારે નિફ્ટી 12000 પર ખુલ્યો. NSEનો નિફ્ટી 74.40 પોઈન્ટના વધારા સાથે 120020.60એ ખુલ્યો. તેની પહેલા પણ લોકસભા ચૂંટણીના દિવસે સેન્સેક્સ 40 હજાર પોઈન્ટે પહોંચ્યો હતો.

 

સેન્સેક્સના ઈત્તિહાસ પર નજર કરીએ તો 6 ફેબ્રુઆરી 2006ના રોજ પહેલીવાર બજારે 10,000 પોઈન્ટ પાર કર્યુ હતું. ત્યારબાદ 13 વર્ષ પછી સેન્સેક્સ 40 હજારની ઉંચાઈ સુધી પહોંચી ગયો છે. હવે એક વાર ફરી સેન્સેક્સે આ આંકડો પાર કર્યો અને નિફ્ટી 12 હજાર પાર ખુલ્યો છે. ગઈ કાલે 36.91 પોઈન્ટ વધીને સેન્સેક્સ 39538.96એ ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 14.60 પોઈન્ટ વધીને 11875.70 પોઈન્ટે ખુલ્યો હતો.

READ  એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

 

Oops, something went wrong.
FB Comments