એગ્ઝિટ પોલથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, રેકોર્ડબ્રેક ઉંચાઈએ શેર બજાર

લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવવાના છે. તેના પહેલા ભારતીય શેર બજારની રોનક વધતી જાય છે. અઠવાડીયાના બીજા દિવસે સેન્સેક્સ શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ 200 પોઈન્ટ આગળ વધીને 39,550ના સ્તરે પહોંચી ગયા છે.

શેર બજારના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે. જ્યારે સેન્સેક્સ આટલા ઉંચા સ્તરે પહોંચ્યો હોય. તેના પહેલા સેન્સેક્સ 39,500ના નીચા સ્તરે રહ્યો છે. ત્યારે જો નિફ્ટીની વાત કરીએ તો 52 પોઈન્ટ વધીને 11,880ના સ્તરે આવી ગયો છે. નિફ્ટીનું આ અત્યાર સુધીનું સૌથી ઉચ્ચું સ્તર છે. શેરબજારમાં વધતાં શેરની વાત કરીએ તો તેમાં HDFC, બજાજ ફાઈનાન્સ, HUL,રિલાયન્સ, બજાજ ઓટો અને સનફાર્મા છે. HDFCના શેર લગભગ 3 ટકા વધ્યા છે.

 

READ  જાણો કયા 3 પરિબળોની લીધે 13 દિવસ સતત નીચે ગયુ બજાર

સેન્સેક્સ છેલ્લા 3 દિવસમાં 2200 પોઈન્ટથી વધારે મજબૂત થયો છે. ત્યારે નિફ્ટીની વાત કરીએ તો 800 પોઈન્ટનો વધારો થયો છે. બજારના નિષ્ણાંત લોકોના મતે વધારાનો આ સિલસલો આગળ આ રીત વધતો રહેશે તો શેર બજારમાં ચૂંટણીના પરિણામો પહેલા 40 હજાર પોઈન્ટે પહોંચી શકે છે. ત્યારે રોકાણકારોને વિશ્વાસ છે કે પરિણામોના 2 દિવસ પહેલા સેન્સેકસ 40 હજારની પાર જઈ શકે છે.

READ  એક સમયે મોદીના જાની દુશ્મન બની ગયા જિગરી દોસ્ત, 2019 માટે મોદીએ આપી મોટી જવાબદારી

લોકસભા ચૂંટણીના એગ્ઝિટ પોલના પરિણામોમાં મોદી સરકાર ફરીથી આવવાના સંકેત મળી રહ્યાં છે અને તેની અસર ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે. રોકાણકારોને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સત્તા પાછી આવવાથી આર્થિક સુધારાની સ્થિતી વધશે.

આ પણ વાંચો: આ પ્રશ્નોના જવાબ જલ્દી નહી મળે તો ભારતીય ટીમ માટે વલ્ડૅકપ જીતવો મુશ્કેલ!

પહેલા કાર્યકાળમાં જે કામો શરૂ કરવામાં આવ્યા હતા, તેને વધારે ઝડપથી આગળ વધારવામાં આવશે. તે સિવાય રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. જ્યારે મોદી સરકારના GST સ્લેબમાં ફેરફાર થવાની શક્યતાને લઈને પણ રોકાણકારોમાં ઉત્સાહ વધી ગયો છે.

READ  મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ભાઈની કારને નડ્યો અકસ્માત, બાવળા-બગોદરા નજીક સર્જાઈ દુર્ઘટના

 

Bhavnagar: People react to PM Modi's video message| TV9News

FB Comments