26 જાન્યુઆરીની પરેડ પર હુમલો અને RSS-BJPના નેતાઓની હત્યા માટે કોણે આપી શાર્પ શૂટર્સને રૂપિયા 4 કરોડની સોપારી?

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તાજેતરમાં ત્રણ શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. આ શાર્પ શૂટર્સ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સાથે સંબંધ ધરાવે છે. શાર્પ શૂટર્સને ભારતમાં RSSના પદાધિકારીઓ અને દક્ષિણ ભારતના બે નેતાઓની હત્યા કરવાની સોપારી આપવામાં આવી હતી.

આ કામ માટે શાર્પ શૂટર્સને 15 લાખ રુપિયા એડવાન્સ પણ આપી દેવાયા હતા. કુલ ચાર કરોડ રુપિયાની સોપારી આપવામાં આવી હતી. બાકીની રકમ કામ પત્યા બાદ શાર્પ શૂટર્સને મળવાની હતી તેવો ખુલાસો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવ્યો છે.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ગોવામાં ભાજપ માટે સંકટના વાદળ, કોંગ્રેસે રજુ કર્યો સરકાર બનાવવાનો દાવો

આ શાર્પ શૂટર્સને ઝડપી લેવા માટે દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ લગભગ અઢી મહિનાથી નજર રાખી રહ્યો હતો. શાર્પ શૂટર્સની ઓળખાણમાં એક અફઘાનિસ્તાનના વલી મોહમ્મદ, દિલ્હીના શેખ રિયાજુદ્દીન અને કેરલના મુહતાસીમનો સમાવેશ થાય છે. મુહતાસીમને કેરલથી જ્યારે બાકીના બંનેને દિલ્હીમાંથી ઝડપી લેવાયા.

સ્પેશિયલ સેલની પૂછપરછમાં આ ત્રણેયે ખુલાસો કર્યો છે કે 26મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડ પણ તેમના ટાર્ગેટમાં હતી. હાલ સુરક્ષા એજન્સીઓ તેમને કોણે ભારતમાં મદદ કરી અને હોટેલ કોણે બુક કરાવી આપી તે બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.

READ  હવામાન વિભાગે કરી મોટી આગાહી! ગુજરાતમાં પડશે ગત સિઝન કરતા વધારે ગરમી

[yop_poll id=742]

Hanif Dadhi murder: Court grants Hanif's son's appeal for narco test to prove innocence | Ahmedabad

FB Comments