શત્રુધ્ન સિન્હાએ જીણાને ગણાવ્યા હતા કોંગ્રેસી, હવે કહ્યું કે મારી જીભ લપસી ગઈ હતી

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા પછી શત્રુધ્ન સિન્હાના નિવેદન પછી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની આલોચના શરૂ થઈ ગઈ છે.

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુધ્ન સિન્હાએ નિવેદન આપ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી, મોહમ્મદ અલી જીણાથી લઈને જવાહર લાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી લઈને રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સુધીની પાર્ટી છે.

 

READ  રાહુલ ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર! નરેન્દ્ર મોદી દેશને ગેરમાર્ગે દોરે છે

આ નિવેદનને લઈને શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે તેમની જીભ લપસી ગઈ હતી. હું કહેવા માંગતો હતો કે મૌલાના આઝદની જગ્યાએ જીણા બોલાઈ ગયુ. મધ્યપ્રદેશમાં છિંદવાડામાં એક સભાને સંબોધિત કરતા શત્રુધ્ન સિન્હાએ મોહમ્મદ અલી જીણાને કોંગ્રેસ પરિવારનો ભાગ ગણાવી દીધા હતા.

તેમને જોશમાં રહીને જીનાને પણ કોંગ્રેસથી જોડી દીધા હતા. કારણ કે જીના મુસ્લિમ લીગમાં જોડાયા પહેલા લાંબા સમય સુધી કોંગ્રેસના નેતા રહ્યાં હતા પણ શત્રુધ્ન સિન્હા ભૂલી ગયા કે જીના દેશના વિકાસ માટે નહી પણ ભાગલા પડાવવા માટે વધારે યાદ કરવામાં આવે છે.

READ  જાણો મતની ગણતરી સુધી કયા અને કેટલી સુરક્ષાની વચ્ચે રાખવામાં આવે છે EVM

 

Oops, something went wrong.
FB Comments