રાજનાથ સિંહને ઘેરવા કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી રમશે દાવ,લખનઉથી શત્રુઘ્ન સિન્હાની પત્ની પુનમ સિન્હાને ટિકીટ આપે તેવા એંધાણ

ભાજપના બાગી સાંસદ શત્રુઘ્ન સિન્હાની પત્ની પણ ચૂંટણી લડવા જઈ રહી છે. સુત્રોના અહેવાલ અનુસાર પુનમ સિન્હા લખનઉથી રાજનાથસિંહ સામે લોકસભાની ચૂંટણી લડશે.

શત્રુઘ્ન સિન્હા પોતાના કટાક્ષને લઈને જાણીતા છે અને તેમને પોતાની સરકાર એટલે કે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આમ પોતાની સરકાર પર પ્રહાર કરવાથી ભાજપે આ વખતે તેમને ટિકીટ ન આપીને પાણીચું પકડાવી દીધું હતુ. હવે તેમના પત્ની પુનમ સિંહાનું નામ ચર્ચામાં છે.

READ  લોકસભાની ચૂંટણી પહેલા ટ્વિટર વૉર, ભાજપના 'ચોકીદાર'ની સામે હાર્દિક પટેલનું 'બેરોજગાર' કેમ્પેઇન

 

 

એવી અટકળો સેવાઈ રહી છે લખનઉની સીટ પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જ ઉભો નહીં રાખે. આમ સીધો જ મુકાબલો સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે થશે. જેમાં ભાજપમાંથી રાજનાથ સિંહ તો લડી રહ્યાં જ છે અને હવે તેની સામે ટક્કર આપવા સમાજવાદી પાર્ટી શત્રુઘ્ન સિન્હાની પત્ની પુનમ પાંડેને મેદાનમાં ઉતારવાની ફિરાકમાં છે. શત્રુઘ્ન સિન્હા 6 એપ્રિલના રોજ કોંગ્રેસમાં વિધિવત સામેલ થઈ જશે. તેમને પટના સાહેબથી ટિકીટ મળે તેવી અટકળો છે. પુનમ સિન્હાને મેદાનમાં ઉતારીને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ રાજનાથસિંહને ઘેરવા માગે છે જેથી કરીને આ સીટ પર આસાનીથી કબજો કરી શકાય.

READ  મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા

 

Oops, something went wrong.
FB Comments